
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ઇસરી પોલીસ ને પડકાર આપતી ચોરો ની ગેંગ,વધુ ગત રાત્રે ચોરી નો નિષ્ફળ પ્રયાસ : ભેંસો ને ચોરતી ગેંગ સક્રિય બની
ગ્રામ્ય વિસ્તારમાં ચોરો ની ગેંગ સક્રિય બનતા લોકોની ઉંગ હરામ કરી હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા ત્રણ દિવસમાં મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના બે બનાવ બન્યા અને ગત રાત્રીએ ત્રીજો બનાવ બનતા ચોરો ની ચોરીનો નિષ્ફ્ળ પ્રયાસ ગયો હતો
ગત રાત્રીના સમયે ત્રણ થી ચાર વાગ્યાં ના સમયે રેલ્લાંવાડા ગામે મેઘરજ રોડ પર આવેલ ભરતભાઈ પટેલ ના તબેલામાં ચોરો દ્વારા ભેંસો ચોરી કરવાના ઇરાદે તબેલામાં બાંધેલી ભેંસો ને દોરડા કાપી છૂટી કરી રહ્યાં હતા તેવા અરસામા ત્યાંથી અચાનક એક વ્યક્તિ નવરાત્રી જોઈને પરત ફર્યો હતો અને ત્યાંથી તબેલામાં ભેંસો ને છૂટી કરી રહેલા કોઈ અજાણ્યા શક્સો ઈસમને જોઈ જતા છૂટી કરેલી ભેંસો ને મૂકી ફરાર થઇ ગયા હતા અને ત્યાર બાદ તબેલા ના માલિકને તુરંત જાણ કરાતા ઘટના સ્થળે પોહય્યા હતા અને ચોરી થતી ભેંસો બચી જતા ખેડૂતે હાશકારો માન્યો હતો આમ ચોરીની ત્રીજી ઘટના બનતા અટકી ગયી આ બધા ચોરિના બનાવા સામે ઇસરી પોલિસ સામે અનેક સવાલો ઉભા થયાં છે
રેલ્લાંવાડા સહીત ઇસરીના ગ્રામ્ય વિસ્તારમાં ચોરો ને ઇસરી પોલીસ નો ડર ના હોય તેવી રીતે એક પછી એક ગામને ચોરો ટાર્ગેટ કરી રહ્યા છે તેવું લાગી રહયું છે ક્યાંક નાઈટ પ્રેટોલિંગ સામે પણ સવાલો ઉભા થયાં છે. ગ્રામ્ય વિસ્તારમાં ઇસરી પોલીસ દ્વારા GRD તેમજ હોમગાર્ડ મુકવામાં આવે તેવી પણ માંગ સેવાઈ રહી છે.છેલ્લા ત્રણ ચાર દિવસોમાં ત્રણ ગામને ચોરોએ ટાર્ગેટ કર્યા છે જેમાં પૂજાપુર, પટેલ છાપરા, તેમજ રેલ્લાંવાડા ગામનો સમાવેશ થાય છે. સતત વધી રહેલા ચોરીના બનાવો ને અટકાવવા ઇસરી પોલિસ સતર્ક બને તે જરૂરી છે.




