દાહોદ જિલ્લાના મોટી લછેલી ગામમાં પાયાની સુવિધાઓ – જાહેર પાકા રસ્તા, પીવાનું પાણી, ગટરલાઇન, સ્ટ્રીટ લાઇટ અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવાં ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું
AJAY SANSIApril 24, 2025Last Updated: April 24, 2025
1 1 minute read
તા.૨૪.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના મોટી લછેલી ગામમાં પાયાની સુવિધાઓ – જાહેર પાકા રસ્તા, પીવાનું પાણી, ગટરલાઇન, સ્ટ્રીટ લાઇટ અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવાં ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું
આજરોજ તા.૨૪.૦૪.૨૦૨૫ ના સવારે.૧૨:૦૦ કલાકે દાહોદ જિલ્લાના મોટી લછેલી ગામના સમસ્ત ગ્રામ જનો દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ અને જણાવ્યુ કે અમારું મોટિ લછેલી ગામ આજના આધુનિક યુગમાં પણ કેટલીક મહત્વપૂર્ણ પાયાની સુવિધાઓથી વંચિત છે. સરકાર દ્વારા ગામો માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે, તેમ છતાં આજે પણ અમારી ગામે જાહેર પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, ગટરલાઇન, સ્ટ્રીટ લાઈટ અને શૌચાલય જેવી મૂળભૂત જરૂરિયાતોની ખૂબ અછત છે.મોટી લછેલી ગામમાં અનેકો વિસ્તારોમાં કાચા રસ્તા છે, વરસાદી ઋતુમાં વાહન વ્યવહારમાં ખુબ તકલીફો પડે છે. પાણીની યોગ્ય વ્યવસ્થા નથી, ગટર લાઈનનો અભાવ છે જેના કારણે સ્વચ્છતાના પ્રશ્નો ઊભા થાય છે. સ્ટ્રીટ લાઈટના અભાવથી રાત્રિના સમયમાં અંધારું છવાય છે અને શૌચાલય ન હોવાને કારણે મહિલાઓ અને વયોવૃદ્ધોને ઘણી તકલીફો ભોગવવી પડે છે.જેમાં સત્વરે તમામ સમશ્યા ઓનું નરાકરણ લાવવા માંગ કરી છે.