BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે ગંગાદશહરા મહોત્સવ ની રજત જયંતિ મોહોત્સવ તરીકે ઉજવણીમાં કરવામાં આવી…

ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે ગંગાદશહરા મહોત્સવ ની રજત જયંતિ મોહોત્સવ તરીકે ઉજવણીમાં કરવામાં આવી…

 

નર્મદા નદી માં એક કીનારે થી સામે કીનારે ચુંદડી અર્પન કરવામાં આવી સાથે સમૂહ માં નદી કીનારે મહાઆરતી યોજાય

 

ભાલોદ ગામમાં ગંગાદશાહરા પર્વની ઉજવણી છેલ્લા 25 વર્ષ થી અવિરત ચાલી રહી છે અને દર વર્ષે તેનું મહત્વ વધતું જાય છે.

 

ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના કાંઠે વસેલા ભાલોદ ગામમાં દરવર્ષે પરંપરાગત રીતે યોજાતા ગંગાદશહરા મહોત્સવની આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેઠ સુદ એકમથી જેઠ સુદ, દશમ સુધીમાં ગંગા-નર્મદા નદી સ્નાન કરવાનુ મહત્વ વધારે હોય છે ભાલોદ ગામે સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા ગંગાદશાહરા મોહત્સવની ઊજવણી કરી હતી જેમા મોટી સંખ્યામા ભાલોદ ગામ તેમજ દૂરના શહેરમાં વસતા લોકો મોટી સંખ્યામાં ભાલોદ ગામે આવતા ગામ શ્રધ્ધાળુઓથી છલકાય ગયુ હતું ગંગાદશાહરા મોહોત્સવના ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે બે દિવસ ના કાર્યક્રમો યોજાયા હતા.જેમા મેઈન બજારમા આવેલા મહાકાળી માતાના મંદીરેથી બપોરના 5 કલાકે નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યાર બાદ ભાલોદ ગામ ના વિવિધ વિસ્તાર માં ફરી નર્મદા નદી કિનારે સપન્ન થઈ હતી. તેમજ નદી કિનારે તાજેતરમા લગ્નન ગ્રથી જોડાયેલા નવયુગલ દ્વારા માં નર્મદાનુ પૂજન તેમજ સમૂહમા મહાઆરતી કરી હતી. તે બાદ એક કિનારે થી સામે કિનારે ચુંદડી અર્પણ કરવામાં આવી હતી, આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા

 

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!