
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
*કુંડોલ, કાગડા મહુડા હાઈસ્કૂલમાં ગરમ(હુડી)નું વિતરણ કરવામાં આવ્યું*
અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ, કાગડા મહુડા માં અભ્યાસ કરતા ધોરણ 9 અને 10 ના તમામ વિદ્યાર્થીઓને ર્ડા.ભુપેશ ભાઇ ડી. શાહ અને તેમના સહયોગી ટ્રસ્ટ અમદાવાદ દ્વારા વિદ્યાર્થીઓ શિયાળાની ઋતુમાં ગરમ હુડી પહેરીને સારો વિદ્યા અભ્યાસ કરી શકે તેમજ ઠંડીથી રક્ષણ મેળવી શકે તે ઉદ્દેશ સાથે ગરમ હુડીનું દાન આપવામાં આવ્યું,શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલે ગરીબ અને અંતરિયાળ વિસ્તારના બાળકો માટે ગરમ વસ્ત્રનું દાન આપવા બદલ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો, શાળા પરિવાર ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું.




