તા.૨૧.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના સિધ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે હોલી જોલી ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન.ગરબા રસીયો મન મૂકીને ગરબા ઝૂમ્યા
નવરાત્રિ ને હવે ગણતરી ના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે દાહોદ શહેર ના ગરબા રસિકો નો ઉત્સાહ વધી રહ્યો છે ત્યારે દાહોદ માં હોળી જોલી ગ્રૂપ દ્રારા બિફોર નવરાત્રિ ના ભાગરૂપે દાહોદ ના સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે રોક રાત્રિ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેસ્ટ ગરબા ગ્રૂપ ના પ્રથમ વિજેતા ને 11 હજાર રોકડ સહિત અલગ અલગ ઈનામ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૦ ગરબા ગ્રૂપ એ સ્પર્ધા માં ભાગ લીધો હતો આ સિવાય પણ મોટી સંખ્યા માં ખેલૈયાઓ એ સોલો ગ્રૂપ તથા વ્યક્તિગત ગ્રૂપ સાથે ટ્રેડિશનલ પહેરવેશ માં ખેલૈયા ઑ મોટી સંખ્યા માં જોડાયા હતા અને ઉત્સાહ ભેર લોકો ગરબે ઝૂમયા હતા સાથે જ માંડલી ગરબા નું પાન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા અલગ અલગ કેટેગરી માં વિજેતા ખેલૈયાઓ ને પ્રોત્સાહિત કરવા માટે મેડલ તેમજ ઈનામ આપી સન્માનીત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો ગ્રૂપ ગરબા સ્પર્ધા માં સ્પાર્ટન ગરબા ગ્રૂપ પ્રથમ વિજેતા બનતા ૧૧ હજાર રોકડ સહિત ગ્રૂપ ના તમામ સભ્યો ને વ્યક્તિગત ઈનામ આપી સન્માનીત કર્યા હતા