હાલોલની કલરવ શાળામાં નવરાત્રી ઉત્સવ નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૦.૯.૨૦૨૫
કલરવ શાળાના પ્રાંગણમાં નવરાત્રીના ઉત્સવ નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં નવરાત્રી ના આઠમા દિવસનું મહત્વ વધારે હોવાના લીધે આ આઠમના રોજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં કે.જી. વિભાગથી લઈને ધોરણ 12 સુધીના અં. મા અને ગુ. મા. વિદ્યાર્થીઓ માટે આ ગરબા યોજ્યા હતા. સૌ પ્રથમ તો શાળાના પ્રાંગણને કલાત્મક રીતે શણગારવામાં આવેલ .ત્યારબાદ ગરબાની મુખ્ય પ્રથા એટલે કે માંડવણીનું સ્થાપન કરી હતી. તેની પૂજા અર્ચના પણ કરવામાં આવેલ. માતાની પૂજા અર્ચના કર્યા પછી ગરબાની શરૂઆત કરી હતી. જેમાં બધા જ વિદ્યાર્થીઓ પારંપરિક પરીધાન ધારણ કરીને ઉપસ્થિત રહ્યા હતા.જેમાં શાળાના બધા જ વિદ્યાર્થીઓને વર્ગવાર બોલાવીને ગરબા ગવડાવવામાં આવ્યા હતા.શાળાના બધા જ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો મન મૂકીને ઉત્સાહની સાથે ગરબે ઘુમ્યા હતા. શાળાના શિક્ષકો એ પણ ભાતીગળ પહેરવેશ પહેરીને વિદ્યાર્થીઓની સાથે ગરબાનો આનંદ માન્યો હતો. આ ઉત્સવની ઉજવણી શાળાના આચાર્ય ડૉ. કલ્પનાબેન જોશીપુરા અને હાર્દિક જોષીપુરાના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારી રીતે કરવામાં આવી હતી આમ આ ગરબા ની ઉત્સવની ઉજવણી ખૂબ જ સારી રીતે પૂર્ણ થઈ હતી.