સુરેન્દ્રનગર SOG પોલીસે 14 કીલ્લો પોષ ડોડવાનો જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો.
પોષડોડવા ૧૪ કિલો ૫૯૫ ગ્રામ કિ.રૂ. ૪૩,૭૮૫ તથા મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦ એમ કુલ મળીને રૂ.૪૮,૭૮૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.15/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પોષડોડવા ૧૪ કિલો ૫૯૫ ગ્રામ કિ.રૂ. ૪૩,૭૮૫ તથા મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦ એમ કુલ મળીને રૂ.૪૮,૭૮૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરેન્દ્રનગર જીલ્લામાં એન.ડી.પી.એસ.ના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહીત પ્રવ્રુતી નેસ્ત નાબુદ કરવા માટેની સુચના અને માગૅદશૅન આપેલ હોય જે અનુસંધાને સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ બી. એચ. શીંગરખીયા, પીએસઆઇ એન. એ. રાયમા, પીએસઆઇ આર. જે. ગોહિલ, હે.કો અશ્વિનભાઇ ઠારણભાઇ, અરવિંદસિંહ ઝાલા, અમરકુમાર ગઢવી, અનિરુધ્ધસિંહ ખેર, અનિરૂધ્ધસિંહ ઝાલા, મુનાભાઇ રાઠોડ સહિત સમગ્ર ટીમ દ્વારાને બાતમી મળેલ કે બલવીરસિંહ રતનસિંહ રાવત રહે હાલ લીંબડી રાજકોટ હાઇવે ઉપર આવેલ રાજસ્થાની પંજાબી પવન ઢાબામાં જે મુળ રહે, થુનીથાક કાબરા પંચાયત અજમેર બ્યાવર રાજસ્થાન વાળાના કબ્જા ભોગવટાવાળા ઢાબામાંથી ગેરકાયદેસર પોષડોડવાનો જથ્થો વજન ૧૪ કિલો ૫૯૫ ગ્રામ કિ.રૂ.૪૩,૭૮૫ તથા મોબાઇલ ફોન કિં.રૂ.૫૦૦૦ એમ કુલ રૂ.૪૮,૭૮૫ ના મુદામાલ સાથે પકડી પાડી કેસ શોધી કાઢી ધોરણસર અટક કરી લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.