AHAVADANGGUJARAT

ડાંગ પોલીસ અધિક્ષકની કચેરીમાં નિષ્ઠાથી ફરજ બજાવવા બદલ ગૌરવકુમાર કટારે ને સન્માનિત કરાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર 76માં પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાયેલા ડાંગ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જી.આર.ડી.જવાનને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી કોમ્પ્યુટર સેલમાં ફરજ બજાવતા જી.આર.ડી જવાન ગૌરવકુમાર વિઠ્ઠલભાઈ કટારે એ  કોમ્પ્યુટરનુ સારૂ કૌશલ્ય ધરાવતા હોય, તેઓએ તમામ અધિકારી/કર્મચારીઓની સર્વિસ શીટોની ઓનલાઇન કામગીરી કરેલ તથા ઓફિસ વર્કને લગતા તમામ પોર્ટલની તથા સોશિયલ મિડીયા અંતર્ગતની કામગીરીમા સારૂ યોગદાન આપેલ છે.તેમજ ઓનલાઇન અંતર્ગત થતી તાલીમો કર્મચારીઓને પુરી પાડવામાં મહત્વનો ભાગ ભજવેલ છે.
તેઓને જી.આર.ડીની ફરજમાં બેસ્ટ કામગીરી અંતર્ગત મે.સુરત વિભાગ સુરત તરફથી શિલ્ડ એનાયત કરવામાં આવ્યુ હતુ .તેમજ  પોલીસ વિભાગને મળેલ સ્કોચ એવોર્ડ મેળવવામાં સારૂ યોગદાન આપેલ હતુ.જેથી તેમની  નિષ્ઠાથી અને ખંતઃપૂર્વક ફરજ બજાવવા બદલ નાયબ દંડક વિજયભાઇ પટેલનાઓના વરદ્ હસ્તે  જી.આર. ડી. જવાનને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા..

Back to top button
error: Content is protected !!