MORBI :મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે કુલ 18 લોકોએ દાવેદારી નોંધાવી

MORBI :મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે કુલ 18 લોકોએ દાવેદારી નોંધાવી
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે કુલ 18 લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં હાલના જિલ્લા ભાજપ પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને ત્રણ મહામંત્રી સહિતનાઓએ પ્રમુખ બનવા માટે પોતાની દાવેદારી નોંધાવી છે.
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે કુલ 18 લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં રવિભાઈ સનાવડા, હિરેનભાઈ પારેખ, જેઠાભાઈ મિયાત્રા, કિરીટભાઈ અંદરપા, કે. એસ. અમૃતિયા, રસિકભાઈ વોરા, ભાણજીભાઈ વરસડા, વાસુદેવભાઈ સિણોજીયા, જીતુભાઈ પટેલ, રણછોડભાઈ દલવાડી, રાઘવજીભાઈ ગડારા, મંજુલાબેન દેત્રોજા, રાજેન્દ્રસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ઝાલા, ભગવાનજીભાઈ મેર, અરવિંદભાઈ વાંસદડીયા, ગોરધનભાઈ સરવૈયા અને નિર્મલભાઈ જારીયાએ દાવેદારી નોંધાવી છે. ત્યારે હવે ભાજપનું મોવડી મંડળ આ તમામ દાવેદારોમાંથી કોને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખનો તાજ પહેરાવે છે તે જોવું રહ્યું.







