Rajkot: રાજકોટમાં નિયત રૂટ ઉપર સ્વ. પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સંભવિત અંતિમ યાત્રાના એક કલાક પહેલા વાહનો માટે પ્રવેશ બંધ અને નો-પાર્કિંગ જાહેર
તા.૧૫/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેરમાં આગામી સમયમાં સ્વ. પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા નીકળવાની સંભાવના છે. રાજકોટ શહેર તથા આજુબાજુના ગામોમાંથી બહોળા પ્રમાણમાં રાજકીય કાર્યકરો, વ્યાપારીઓ અને જનતા રામનાથપરા સ્મશાને જનારી અંતિમ યાત્રામાં જોડાવાની તથા દર્શનાર્થે આવવાની શક્યતા હોવાથી રાજકોટ શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડીયા દ્વારા અગામી સમયમાં જે દિવસે નિયત સ્થળો ખાતેથી સ્વ. પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા પસાર થાય, તે દિવસે નિયત રૂટ ઉપરથી અંતિમ યાત્રાના પસાર થવાના એક કલાક પહેલા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી અને “નો-પાર્કિંગ” જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં પ્રકાશ સોસાયટીમાં “પુજીત” મકાનથી પ્રકાશ સોસાયટી મેઈન રોડ, નાગનાથ મહાદેવ મંદિર, નિર્મળા રોડ, કોટેચા ચોકથી કાલાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર, મહિલા કોલેજ અન્ડર બ્રિજ, ટાગોર રોડ, એસ્ટ્રોન ચોક, રાજમંદિર ફાસ્ટ ફુડ ટી-પોઇન્ટ, ડો. દસ્તુર માર્ગથી યાજ્ઞિક રોડ, હરીભાઇ હોલ ચોક, રાડીયા બંગલા ચોક, માલવીયા ચોક, ત્રિકોણ બાગ ચોક, ઢેબર ચોક, આર.એમ.સી. ચોક, કેશુભાઈના દવાખાનાથી કરણસિંહજી ચોક, સાંગણવા ચોકથી રાજશ્રી સિનેમા, ભુપેન્દ્ર રોડ, પેલેસ રોડ ટી-પોઇન્ટ, કોઠારીયા પોલીસ ચોકી, વિરાણી વાડી ચોક, ગરૂડ ગરબી ચોકથી રામનાથપરા સ્મશાન સુધી તથા ભાવનગર રોડ પર પાંજળાપોળથી રામનાથપરા સ્મશાન સુધી અને ગઢની રાંગ તરફ ભીચરી નાકાથી રામનાથપરા સ્મશાન સુધીના રૂટના રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી અને નો-પાર્કિંગ (અંતિમ યાત્રા સાથે જોડાયેલા અને સરકારી વાહનો સિવાય) જાહેર કરવામાં આવે છે.
અંતિમ યાત્રાના સમય દરમિયાન આ રૂટ ઉપર બન્ને બાજુની શેરીમાંથી કોઇ પણ પ્રકારના વાહનોના ચાલકો અંતિમ યાત્રાને ક્રોસ કરી શકશે નહીં. આ જાહેરનામું ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહીની, ફાયર બ્રિગેડના વાહનો અને સરકારી વાહનોને આકસ્મિક સંજોગોમાં લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારા વાહનચાલક શિક્ષાને પાત્ર ઠરશે.