GUJARATHALOLPANCHMAHAL
હાલોલ નગરમાં રથયાત્રાને અનુલક્ષીને હાલોલ ટાઉન પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૬.૭.૨૦૨૪
હાલોલ નગરમાં આગામી ૭મી જુલાઈ રવિવારના દિવસે ભવ્ય રથયાત્રા યોજાશે જેને લઇ હાલોલ ટાઉન પોલીસ દ્વારા આજે નગરમાં રથયાત્રા ના રૂટ પર પોલિસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.નગરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા આજે શનિવારે ફ્લેગ માર્ચ યોજાઇ હતી.જેમાં હાલોલ ટાઉન પોલીસ મથકના પોલીસ સ્ટાફ ના જવાના જોડાયા હતા.












