જી.ડી મોદી કૉલેજ ઑફ આર્ટ્સ, (પાલનપુર) CWDC દ્વારા કાયદાના વ્યાખ્યાનનું આયોજન કરાયું
17 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી મોદી કૉલેજ ઑફ આર્ટ્સ, (પાલનપુર) CWDC દ્વારા કાયદાના વ્યાખ્યાનનું આયોજન કરાયું. જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ CWDC અંતર્ગત તા.17/9/૨૦૨5ના રોજ સવારે ૮.0૦ થી 9.00દરમિયાન થિયેટર હૉલનં-4 ખાતે CWDC (કૉલેજ વુમન ડેવલપમેન્ટ સેલ) ના કન્વીનર ડો.સુરેખાબેન અને ડૉ. હેમલબેન દ્વારા ઇન્ચાર્જ પ્રિ.ડૉ.રાધાબેનના સહકારથી પ્રિ.ડૉ.આરતીબેન દીવે (બી.કે.ડી.કે એમ,લો કૉલેજ પાલનપુર)નું ‘ Consent ,Relationship & Legal awareness’ વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ કોલેજની 1o5 વિદ્યાર્થીનીઓએ લીધો હતો. આ વ્યાખ્યાનમાં આરતીબેન દ્વારા લગ્નજીવન અંગે બંને પાત્રોની સંમતિ, લગ્ન પહેલાંના જાતીય સંબંધો વિશે કાનૂની જાગૃતિ કેળવાય તે અંગેની સમજ વિદ્યાર્થીનીઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમને શોભાવવા ઇન્ચાર્જ પ્રિ. ડૉ. રાધાબેન દ્વારા વિદ્યાર્થીનીઓને પ્રસંગોચિત્ત ઉદબોધન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા સેવક ભાઈઓ અશ્વિન ભાઈ, દિનેશભાઈ,રાજગોરભાઈ અને રામભાઈએ રૂમમાં તમામ પ્રકારની સગવડ ઉપલબ્ધ કરાવી આપી હતી.
પ્રવર્તમાન સમયમાં દીકરીઓ કાનૂની જાગૃતિના અભાવને લઈને વિચાર્યા વિના નિર્ણય લઈ લેતી હોય છે. આ ઉંમરમાં માતા-પિતા પણ સમજાવી શકતા હોતા નથી.પ્રવર્તમાન સમયમાં ટીનેજર્સમાં આવા પ્રકારના વધતા જતા કેસોને લીધે આ પ્રકારના કાનૂની વ્યાખ્યાનો દ્વારા જાગૃતિ લાવવાની તાતી જરૂરિયાત છે. આ પ્રકારના કાનૂની વ્યાખ્યાનો દ્વારા વિદ્યાર્થીનીઓ પોતે જાગૃત બને અને પોતાના પરિવાર,ગામ કે સમાજની દીકરીઓને પણ આ અંગે જાગૃત કરે તેવા શુભ આશયથી આ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓ માટે કોલેજના CWDC (college women development cell) દ્વારા પ્રતિવર્ષ વિવિધ પ્રકારના વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવે છે.