શ્રીમતી સાળવી સ્વસ્તિક પ્રાથમિક શાળા, પાલનપુર ખાતે ગીતા જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

6 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠ
આપણી ભારતીય સંસ્કૃતિના ગીતા સારના વારસાને જાળવી રાખવાના એક અનેરા પ્રયાસરૂપે શ્રીસોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે ગીતા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન અને સારા વક્તા શ્રીમતી રૂચાબેન ઠક્કર, આર્ટ એકેડેમી ના ચેરમેન શ્રી રોહિતભાઈ ભુટકા, સ્પોર્ટ્સ એકેડેમી ના ચેરમેનશ્રી રામચંદભાઈ માતમડા, સ્વસ્તિક માધ્યમિક વિભાગના આચાર્યશ્રી વસંતભાઈ ઠક્કર, યોગેશભાઈ અને મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા ગીતા ગ્રંથનું પૂજન અને આરતી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીએ ગીતા એ જીવન ગ્રંથ છે એ રજૂ કરતું સુંદર વક્તવ્ય આપ્યું હતું. બાળકોએ વિવિધ પાત્રો ભજવી ચર્ચા – વિમર્શ દ્વારા સંવાદ રજૂ કર્યો હતો. ગીતા પાઠ દ્વારા જીવનના મૂલ્યો ,કર્તવ્યો અને મોક્ષનો માર્ગ શીખવા મળે છે તેમ સમજાવવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી મહેશભાઈ પટેલ સાહેબે શ્રીકૃષ્ણના મુખારવિંદમાંથી ગીતાનો જે ઉપદેશ અને જ્ઞાન પ્રવાહ વહેતો થયો છે તેનું મહત્વ બાળકોને સમજાવ્યું. કાર્યક્રમની આભાર વિધિ શાળાના સુપરવાઈઝર શ્રીમતી હીનાબેન પટેલે કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ, શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ, રવિન્દ્ર ભાઈ મેણાત, ઉપાચાર્યા રંજનબેન પટેલ અને સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું હતુ.







