સંતરામપુર તાલુકાના વાંકડી ગામેથી જીલેટીન ફોટા તથા ડેટો નેટર કેપ અને કોમ્પ્રેસર ટ્રેક્ટર મશીન મળીને રૂપિયા ૪. ૬૭. ૫૫૦ નો જથ્થો ઝડપી પાડતી એસ ઓ જી પોલીસ

સંતરામપુર તાલુકાના વાંકડી ગામે થી એકસપલોજીવ ઝીલેટીનટોટા તથા ડેટોનેટર કેપ તથા કોમ્પ્રેસર ટ્રેક્ટર મશીન મળીને કુલ રુપિયા 4.67.550. નો જથ્થો ઝડપી પાડતી એસ ઓ જી પોલીસ.
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ડીટોનેટર કેપ નેઝીલેટીન ટોટા રાખી ને ગ્રામ્યવિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કુવા ઉંડા કરવા કે ટેકરીઓ તોડવાની ગેરકાનૂની પ્રવૃત્તિ થી કરાતી હોય છે.
તાજેતરમાં મહીસાગર જિલ્લા એસ ઓજી પોલીસ ને મળેલ બાતમીના આધારે પો.ઈ.પી.આર.કરણને પો.સ.ઈ.એ.એમ.બારીયા ને તેમની ટીમે સંતરામપુર તાલુકાના વાંકડી ગામે થી મોરવાહડફ તાલુકાના કુવાઝર ગામ નાં રહીશ સરદાર બળવંત પટેલ ની પાસે તેના કબજામાં માં રહેલ વગર પાસ પરમીટ વાળું ટ્રેક્ટર તથા કોમ્પ્રેસર મશીન તથા જીલેટીન ટોટા નંગ.એકસોછબીસ તથા ડીટોનેટર કેપ નંગ પાંચ તથા એક્સપ્લોડર નંગ એક તથા ઈલેક્ટ્રીક વાયરો મળી એકસપલોજીવ બ્લાસ્ટ કરવાનાં કુલ મુદ્દામાલ રુપિયા 4.67.550.નો જે ગેરકાયદેસર રાખેલ હોઈ ઝડપી પાડી ને આ મુદ્દામાલ કબજે લઈને અને આરોપી સરદાર બળવંત પટેલ ના ઓને પકડી પાડી ને આ બનાવમાં એસ ઓ જી પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એમ.બારીયાના ઓએ આરોપી વિરુદ્ધ સંતરામપુર પોલીસ મથકે ફરીયાદ આપતાં પોલીસે આરોપી સરદાર બળવંત પટેલ વિરુદ્ધ એકસપલોજીવ એકટ 1984 ની કલમ 5.9( b).1-b મુજબ નો ગુનો દાખલ કરી ને આરોપી નાં પોલીસ રિમાન્ડ લેવાની કાયૅવાહી હાથધરેલ જોવા મળે છે.



