વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમા કોંગ્રેસી નેતાઓએ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માળા અર્પણ કરી હતી.તેમજ પ્રતિજ્ઞા લીધી હતી કે, બંધારણમાં સર્વે દેશવાસીઓને આપેલ અમૂલ્ય ભેટ સમી સ્વતંત્રતા,બંધૂતા,એકતા અખંડિતતા ,સમાનતા, બિન સાંપ્રદાયિકતા,સમાન તક અને બંધુતા, જાળવવા માટે બંધારણની રક્ષા કરીશુ.તેમજ બંધારણ એ સમાજના સૌથી ગરીબ અને સૌથી સંવેદનશીલ વર્ગના રક્ષણ માટે એક શક્તિશાળી સાધન છે. તે જેટલો મજબૂત હશે તેટલો આપણો દેશ વધુ શક્તિશાળી હશે તે અંગેની ચર્ચાઓ પણ જોવા મળી હતી.બંધારણની ભાવનાનું રક્ષણ કરનારા લડવૈયાઓ, શહીદો અને બંધારણ સભાના દરેક સભ્યને શ્રદ્ધાંજલિ આપતી વખતે, તેની રક્ષા કરવાનો મારો સંકલ્પ પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.જેમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પટેલ,કાર્યકારી પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરે,ગીતાબેન પટેલ,કિશોરીને,શારદાબેન,અનું.જાતિ પ્રમુખ પ્રદીપભાઈ સોલંકી,યુવક કોંગ્રેસ મહામંત્રી મનીષભાઈ,આદિજાતિ પ્રમુખ હરીશભાઈ, સાલેમભાઈ, રાજુભાઈ, ગમજુભાઇ,લક્ષ્મણભાઈ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.અને બંધારણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી..