અમદાવાદમાં રાષ્ટ્રીય જૈન સંગોષ્ઠિ અને દીક્ષા મહોત્સવ: મહાવીર સ્વામીના સિદ્ધાંતો માનવતા માટે અધારસ્તંભ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્ર દ્વારા અમદાવાદમાં “ભગવાન મહાવીર દર્શનથી પ્રકૃતિ અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન” વિષયક રાષ્ટ્રીય સંગોષ્ઠિ અને અભિનવ જૈન દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
આ અવસરે ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહાવીર સ્વામીના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા પાંચ સિદ્ધાંતોને વૈજ્ઞાનિક અને સર્વમાન્ય ગણાવ્યા. તેમણે જણાવ્યું કે આ સિદ્ધાંતો માનવતા અને વિશ્વ કલ્યાણ માટે મજબૂત આધારરૂપ છે.
સંગોષ્ઠિમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભારતીય સંસ્કૃતિમાં કુટુંબ પ્રણાલીની મહત્તા સમજાવી. તેમણે કહ્યું કે, “અમે કદાચ બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ અટકાવી શકતા નથી, પરંતુ આપણા વૃદ્ધ મા-બાપને પ્રેમપૂર્વક સાથે રાખી શકીએ.” તેમણે વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી અને ગુજરાત પોલીસ દ્વારા પરિવારોમાં સમાધાન લાવવાના પ્રયત્નોની માહિતી આપી.
જૈન આચાર્ય લોકેશજીએ દીક્ષાર્થી ચેતનજીને જૈન દીક્ષા આપી અને તેમનું નામ “મુની અનંતકુમાર જી” રાખવામાં આવ્યું. આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે જૈન સમાજ હંમેશા લોકકલ્યાણ અને શાંતિ માટે કાર્યરત રહ્યો છે.
આ પ્રસંગે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય વિવેક મુની મહારાજ, પૂજ્ય યોગભૂષણ મહારાજ, ધારાસભ્યો, જૈનાચાર્યો અને મોટી સંખ્યામાં જૈન અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.










