BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામે ગૌચરની જમીન તથા નર્મદાનદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ભૂ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર મંગલેશ્વર નજીક આવેલી ગૌચરની જમીનમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હતું. ગ્રામજનો દ્ધારા તારીખ ૨૬/૦૩/૨૦૨૫ના રોજ આ ગેરકાયદેસર ખનન અટકવામાં આવેલું હતું, તેની જાણ ખાનખનીજ વિભાગ, મામલતદાર તથા પ્રાંતઅધિકારીને કરવામાં આવી હતી. તારીખ ૨૭/૦૩/૨૦૨૫ના રોજ ખાનખનીજ વિભાગ અને મામલતદાર દ્વારા સ્થળ તપાસ કર્યા પછી પણ આજદિન સુધી આનો જવા ગ્રામ પંચાયતને આપવામાં આવ્યો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ ગેરકાયદેસર ખનન કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

 

Back to top button
error: Content is protected !!