AHAVADANG

ડાંગ: ચૂંટણી પ્રક્રિયાને ખોરંભે પાડે તેવા ખોટા સમાચારો મોબા.ફોનના ગ્રુપ તેમજ વ્યકિતગત એસએમએસ મોકલવા પર પ્રતિબંધ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ:તા.૧૬,રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતો માટે સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓનો વિગત વાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ડાંગ જિલ્લામાં વિભાજન/મધ્ય સત્ર તથા પેટા ચૂંટણી મતદાન તા.૨૨/૦૬/ર૦૨૫ ના રોજ સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી યોજાનાર છે.

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે એસ.એમ.એસ./Social Media Platforms/અન્ય ઇલેક્ટ્રોનીક માધ્યમો દ્વારા ખોટી માહિતી કે અફવાઓ ફેલાવા પર રોક લગાવવા ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ અન્વયે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે, વી આઇ, બી.એસ.એન.એલ.(સેલ વન), રીલાયન્સ જીયો, એરટેલ તેમજ અન્ય વિગેરે અને Wi-Fi સર્વિસ પ્રોવાઇડર વિગેરે જેવી કંપનીઓએ સમગ્ર ડાંગ જિલ્લા વિસ્તારમાં કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા તથા રાજય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ થાય તેવા, સક્ષમ સતાધીશ/સમિતિ દ્વારા પ્રસારણ માટે પ્રમાણિત થયા ન થયા હોય તેવા અને મુક્ત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં શાંતિપુર્ણ ચૂંટણી પ્રક્રિયાને દુષિત કરે તેવા ચૂંટણી સંબંધી ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ./Social Media Platforms/અન્ય ઇલેક્ટ્રોનીક માધ્યમો દ્વારા પ્રસારીત કરવા કે કરવા દેવા નહીં તથા રાજકીય પ્રકાર તથા સ્વરૂપના ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ. /Social Media Platforms/અન્ય ઇલેક્ટ્રોનીક માધ્યમો દ્વારા મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે, તા.૨૦/૦૬/ર૦૨૫ થી તા.૨૨/૦૬/ર૦૨૫ સુધી સંપૂર્ણ પણે પ્રસારણને પ્રતિબંધિત કરવા.

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ માટે ડાંગ જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સપેક્ટર કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અઘિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂદ્ધ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.

આ જાહેરનામું તારીખ ૨૭/૦૬/૨૦૨૫ના સમય ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામું ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના મત વિસ્તારને લાગુ પડશે.

તસ્વીર  – પ્રતિકાત્મક

Back to top button
error: Content is protected !!