GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

માન્ય ફીઝીયોથેરાપીસ્ટ પાસેથી જ સારવાર લો

જામનગરમાં વિશ્ર્વ ફીઝીયોથેરાપી દિવસની ઉજવણી કરાઇ
ફિઝીયોથેરાપીની સારવાર ક્વોલીફાઇડ/માન્ય ડીગ્રી ધારક પાસેથી જ લેવા એસો. નો અનુરોધ
જામનગર (ભરત ભોગાયતા)
ગત તારીખ 8 સપ્ટેમ્બરના રોજ જામનગર ફિઝિયોથેરાપી એસોસિએશન દ્વારા વિશ્ર્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર ફિઝિયોથેરાપી એસોસિયેશન દ્વારા વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિત્તે સમગ્ર લોકો માં ફિઝીયોથેરાપી સારવાર અંગે જાગૃતતા ફેલાય અને  લોકો દર્દ મુક્ત સ્વસ્થ જીવન જીવી શકે એ હેતુસર આ ઉજવણી કરવામાં આવી હતી.
ફિઝિયોથેરાપી સારવાર ઘણા બધા રોગોમાં ખૂબ જ અસરકારક નીવડે છે ,જેમ કે કમરનો દુખાવો , ગોઠણ ,ખભા તથા કોણી જેવા સાંધાઓના દુખાવા , રમતગમતમાં થતી ઇજાઓ માં, બાળકોના રૂંધાતા વિકાસમાં, તેમજ પેરાલીસીસ (લકવો) જેવી બીમારીઓ ફિઝિયોથેરાપી સારવાર ખૂબ જ અસરકારક નીવડે છે, આ અંગેની જાગૃતતા લોકોમાં ફેલાય એ જ જામનગર ફિઝિયોથેરાપી એસોસિયેશનનો મુખ્ય હેતુ છે.
જામનગર ફિઝિયોથેરાપી એસોસિયેશન લોકોને ફિઝિયોથેરાપી સાથે ભળતા નામની અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં નોન- મેડિકલ લોકોથી સાવધાન રહેવાનું જણાવે છે, અને લોકો ને રજીસ્ટર્ડ ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી જ ફિઝિયોથેરાપી સારવાર લેવાનો આગ્રહ  કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!