GETCO- વધારાના”ચાર્જ”માં બખ્ખા હો અમુકને જ

“મજા મજા કર લો……” એવું એક ગીત છે
જામનગર (ભરત ભોગાયતા)
મોટાભાગની સરકારી કચેરીઓમાં પુરતો સ્ટાફ નથી અને ખાલી જગ્યાના કં તો બીજા કાયમી કર્મચારીઓને ચાર્જ અપાય છે કાં તો અમુક પોસ્ટ ઉપર આઉટસોર્સથી કે કોઇ નિવૃત ને કરારાધીરીત નોકરી પર લેવાય છે હવે નિવૃત કરારાધીરીત જો નિપુણ હોય તો એ વિભાગની એસેટ કહેવાય અને જો તેવા કર્મચારીઓએ મુળ ફરજમાં પણ આવડત દર્શાવી ન હોય પરંતુ અનેક કારણસર તેમબે ફરી લેવામાં આવ્યા હોય છે જો કે હવે અતિ આવશ્યક ન હોય ત્યા સુધી કરારાધીરીત નિવૃત કર્મચારી લેવા માટે મંજુરી માંગતી દરખાસ્ત પણ ન કરવા સરકારની સુચના છે પરંતુ કોઇ ખાસ લોકોને લેવા “અતિ આવશ્યક” “અતિ અનિવાર્ય” સંજોગો વારંવાર ઉભા થાય છે તે ગણિત વિચીત્ર છે લોકો જાણતા જ હોય પણ બોલતા ન હોય.હવે ચાર્જની વાત કરીએ તો અમુક કર્મચારીઓ વધારાનો ચાર્જ લેવા થનગનતા હોય છે ભલે વારંવાર કહે કે ” હું એકલો કેટલુંક કરૂ” ” હું એકલો કેટલેક પહોંચુ” પણ આમ તો ચાર્જ “સારા” હોય તો અંદરથી આનંદની છોળો ફુટતી હોય વળી અમુક કર્મચારીને કામનો સોલો બપોરપછી ચડે એટલે પછી મોડે સુધી કચેરીમાં બેસે, બધાય ને એમ થાય કે કેટલો ઢસરડો કરે છે હે?? એ પટાવાળા,ડ્રાયવર,કોક એકાદ આસીસ્ટન્ટ કોક ઓપરેટરને પણ મોડે સુધી રોકી લે છે સરવાલકે તેની પ્રોડક્ટીવીટી ખાસ કંઇ હોતીનથી ઉપરથી કહેતા જાય કે મને રોજના કામનો રોજ નિકાલ કરૂ તો જ સખ વળે…….પણ અલ્યા ભાઇ તને આખો દિ સખ વળ્યુ હવે બીજા દસને રોકીને કાં રાતે ઓફીસ ઝળાહળા કરીને કાગળીયા પાથરે છો?? બીજી અમુક કચેરીઓની જેમ આ તાસીરો જામનગર જેટકો ડીવીઝન કચેરીમાં પણ અમુક અમુક વખતે જોવા મળે છે અને અમુક વખત તો કચેરીમાં મોડેથી કોન્ફીડેન્શીયલ કામગીરીઓ અને બીલના એડજસ્ટમેન્ટ કામ વખતે કોઇ કોઇ ચોક્કસ એજન્સીના અમુક કર્મચારીઓ આવા મોડી સાંજના ટાળે કચેરીમા જોવા મળે છે
જામનગર ડીવીઝન હેઠળ ૬૦ જેટલા સબસ્ટેશન છે જેમાં મોટાભાગના ૬૬ કે.વી. છે
કાલાવડનું ૪૦૦ કે.વી. જામનગરનુ ૨૨૦ કેવી અને હવે આમતો જામનગરનુ પણ ઓળખ નાઘેડી ૧૩૨ કેવી ની છે આ બધા સબ સ્ટેશને ચોવીસેય કલાક વીજળી ટ્રાન્સમીશન કામગીરી ધમધમતી હોય છે અને આ વિભાગ ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પો. લી. જેટકોના જામનગર ડીવીઝનમાં કર્મચારિઓની ૨૦ ટકાથી વધુ ખાલી જગ્યાછે આ કેમ ચાલે?? એનર્જી ટ્રાન્સમીશન વિજ જેવા વિભાગમાં??
આ ડીવીઝનમાં એક્ઝીક્યુટીવ એન્જી.ની ૧ ડેપ્યુટી એન્ઝી.ની ૪
જુનીયર એન્જી. ૬ જુનિયર સિવિલ એન્જી.ની ૧ પી.ઓ.ની ૮
આવી ૨૦ ફ્રન્ટ લાઇન જગ્યા ખાલી છે તેમજ આમ તો મુખ્ય જ કહેવાય તેવી એપીઓની ૩ ખાલી
લાઇન ઇન્સ્પે.ની ૧૦ ખાલી ઇલેક્ટ્રીશયન ની ૧૭ એલાર્મ ની ૧૮ જગ્યા અમુક વહીવટી જગ્યાઓ પણ ખાલી છે
એમાં ય હિસાબી,બિલીંગ,ખર્ચ,ટેન્ડર
વર્ક ઓર્ડર,સ્ટોર કીપર કન્ડમ કોપર એલ્યુમીનીયમ લોખંડ વગેરેના ઇન્ચાર્જ,એજન્સી ના વર્ક ડીસ્ટ્રીબ્યુશન ને દેખરેખ (જુદી જુદી ૧૮૦ એજન્સીઓ કાર્યરત અમુક ૩૮ એવી છે તેને વધુ અને વારંવાર કામ મળે છે) વગેરે માં થી જો અમુક જગ્યા ખાલી પડતી જાય ને એનો ચાર્જ “કામઢા” કર્મચારીને મળે તો તેવા કર્મીઓને તો જાણે બખ્ખા થઇ ગયા હોય છે તેમ જેટકો જામનગરના જાણકારો નુ માનવુ છે અમુક નજરે જોનારા એમ કહે છે કે જેટકોની વહિવટી જટીલતામાં અમુક કેમ “રસ્તા” કાઢે છે તે જ જોવા જેવુ હોય છે વિજળીની અતિ આવશ્યક સેવાઓના વિભાગમાં પણ અમુક શાખાઓમાં “મેલી મુરાદ”નુ દુષણ જો પેસી ગયુ હોય તો તે ટીકાપાત્ર ગણાય છે. ઘણા મુદા જેના અનેખ આયામ થી ઘણા અર્થ થાય તે બધુ સારાંશ રૂપે કદાચ રેકર્ડ ઉપર પણ હોઇ શકે છે પણ ખૂબ જ બારીકાઇથી વાંચવુ પડે જાણવુ પડે ચબરાક જાણકારોને પુછવુ પડે….
અમુક કોન્ટ્રાક્ટ કર્મીઓને મોટી જવાદારીઓ અપાય છે કાં તો કે “અમારે બધે કેટલે પહોંચવુ??”
–ગુગલી–
અમુક ચાર્જ લેનાર કર્મચારી પણ એ ચાર્જની “મલાઇ”નું તારણ કાઢીને જ ફાયદા જેવુ લાગે તો જ ચાર્જ લે નહીતર કહી દે સાયબ મારે મારૂ કામ ય નથ પહોંચાતુ….તો ચાર્જ ક્યાં આપો છો?? અને .મલાઇવાળા અનેક ચાર્જ સંભાળવા વાળા શું ક્યે. ખબર છે??…….”હુ તો લાંબો થઇ ગયો…..એટલા ચાર્જ… છે .એટલુ કામ.. રહે છે….માથુ ઉંચુ નથ થાતુ…..સવારની સાંજ કેમ પડે ઇ ખબર નથ પડતી…..તો ય કામ નથ ખુટતુ……”અંદરથી મૌજ ના ફુવારા છુટતા હોય કે મજા મજા કર લો……..( “અર્થ લાભ” માં જ વ્યસ્ત હોય તો તેનાથી કામ ખુટે જ નહી…ને…!!??)
__________……….________
—-regards
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
Journalist (govt.accredate)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com





