
તા. ૦૮. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
વિશ્વમાં ૯ મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.શાળાના બાળકો આદિવાસીઓના હક,અધિકાર,સંસ્કૃતિ,રિવાજો,રૂઢિઓ અને ઇતિહાસ વિશે જાણે એ માટે નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં ચિત્રસ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.શાળાના બાળકો દ્વારા આદિવાસી દિવસ વિશે સુંદર માહિતી રજુ કરવામાં આવી.શાળાના સમગ્ર શિક્ષકો દ્વારા આદિવાસી દિવસ અંગે રસપ્રદ માહિતી આપવામાં આવી.શાળાના મુ.શિ. કામોળ જગદીશકુમાર કે દ્વારા વિશ્વમાં આદિવાસી દિવસની ઉજવણીના ઇતિહાસ વિશે જાણકારી આપી હતી





