કરાના મુવાડા ગામે ખેતરમા કરંટ મુકતા ૨૬ વર્ષીય યુવાનના મોત બાબતે સેશન્સ કોર્ટે કરંટ મુકનાર બે સગાભાઇઓને ૫ વર્ષની સખત કેદની સજા ફટકારી
તારીખ ૩૦/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ મથકે બે વર્ષ અગાઉ રવીન્દ્રકુમાર સોમસીંહ સોલંકી રે. ખોડીના મુવાડા તા કાલોલ દ્વારા નોંધાયેલ ફરીયાદ મુજબ તેના નાનાભાઈ સુનીલકુમાર ની લાશ જયેન્દ્રસિહ અર્જુનસિંહ રાઠોડ રે. સાતમણા નાઓના બાજરીના ખેતરમાં થી મળેલ છે જેથી તે સમયે પોલીસ ને જાણ કરતા કાલોલ પોલીસે અકસ્માત મોત ની નોધ કરી તપાસ હાથ ધરી હતી. બનાવ તા ૩૧/૦૫/૨૩ ના ૮ કલાક થી થી તા ૦૧/૦૬/૨૩ ના ૧૦:૪૫ કલાક સુધી કોઈ પણ સમયે કરાના મુવાડા ગામે આવેલ કનકસિંહ ઊર્ફે કનુ નટવરસિંહ ચૌહાણ ના મગફળી વાળા ખેતરની આસપાસ કરેલ તારની વાડ પાસે દિલિપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ અને છત્રસિંહ ઉર્ફે લાલો પ્રતાપસિંહ ચૌહાણે કનકસિંહ ના ભાગિયા તરીકે મગફળી નો પાક કરી એલ આકારમાં પૂર્વ દક્ષિણ ખૂણા મા મગફળી ફરતે તારની વાડ કરી ઇલેક્ટ્રિક કરંટ મુકતા આ ઇલેક્ટ્રિક કરંટ ને કારણે કોઇ પણ માણસ નુ મોત નિપજી શકે છે તેવુ જાણવા છતા પણ બન્ને ઈસમોએ મગફળીના પાકને ફરતે ઇલેક્ટ્રિક કરંટ મુકતા સુનીલકુમાર સોમસિંહ સોલંકી ઉ.વ.૨૬ ને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મોત નિપજયું હતુ જે બાદ મરણ જનાર સુનીલકુમાર ની લાશ ને બંને ભેગા મળીને જયેન્દ્રસિહ અર્જુનસિંહ રાઠોડ રે. સાતમણા નાઓના બાજરીના ખેતરમાં મુકી આવ્યા હતા અને આમ કરીને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસે આઈપીસી કલમ ૩૦૪,૨૦૧,૧૧૪ મુજબ ની ફરીયાદ નોધી વધુ તપાસ તત્કાલીન સીનીયર પીએસઆઈ જે ડી તરાલે શરૂ કરી ચાર્જશીટ દાખલ કરી હતી જે કેસ પંચમહાલના ત્રીજા એડી સેશન્સ કોર્ટ હાલોલમાં ચાલી જતા પાકનું રક્ષણ કરવા માટે તારની વાડમાં કરંટ આપવાથી કોઈ પણ વ્યક્તિ તેને અડકવાથી મરણ પામી શકે છે તેની ચેતવણી પણ આરોપીઓ આપે છે ત્યારે મરણ જનારના મૃત્યુ માટે આરોપીઓ જ જવાબદાર છે જેથી સજા અને દંડ કરવો જરૂરી બને છે જેથી સમાજમા પણ સંદેશો જાય કે અન્યના જીવને જોખમમાં મૂકતું કૃત્ય પોતાને જેલમા મુકી શકે છે તેવા તારણ સાથે આરોપીઓ દિલિપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ અને છત્રસિંહ ઉર્ફે લાલો પ્રતાપસિંહ ચૌહાણ રે. કરાના મુવાડા તા કાલોલનાઓ ને ઇપીકો કલમ ૩૦૪ અને ૧૧૪ અન્વયે પાંચ વર્ષની સજા સજા અને રૂ ૨૫,૦૦૦/ નો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ હાલોલના ત્રીજા એડી સેશન્સ જજ બી ડી પરમાર દ્વારા કરવામાં આવ્યો છે.