GUJARATSAYLA

દેવગઢ સર્વોદય શૈક્ષણિક સ્કૂલ માં ગીર ફાઉન્ડેશન પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં 175 જેટલા તાલીમાર્થીઓ સહભાગી બન્યા હતા.

સાયલા તાલુકાના દેવગઢ ગામે સર્વોદય શૈક્ષણિક સ્કૂલમાં ગીર ફાઉન્ડેશન ગાંધીનગર ના ઉપક્રમે પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત આધુનિક તાલીમ યોજવામાં આવી હતી. તાલીમ કાર્ય શાળામાં વિદ્યાર્થીઓ, કાર્યકરો અને વાલીઓ સહિતના 175 જેટલા તાલીમાર્થીઓ સહભાગી બન્યા હતા. ગીર ફાઉન્ડેશન તરફથી મહમ્મદભાઈ પરમાર તેમજ શ્રી કે.એ. રાઠોડ અને પરેશભાઈ નાયક નિષ્ણાંત તજસ તરીકે ઓડિયો, વીડિયો અને ડેમો દ્વારા માહિતીગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સફળ બનાવવા સંચાલક વિનોદભાઈ મેર અને ટ્રસ્ટી મથુરભાઈ ગોયલે જહેમત ઉઠાવી હતી. તેમજ કાર્યક્રમમાં સફળ સંચાલન વિરજીભાઈ સરવૈયા સહભાગી બન્યા હતા.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!