GIR SOMNATHKODINAR
અંબુજા સિમેન્ટ ફેકટરી દ્વારા ફેલાવાતા પ્રદૂષણ બાબતે વધુ એક ફરિયાદ
તારીખ:૦૭.૦૬.૨૪
સ્થળ:કોડીનાર
કોડીનારમાં આવેલ અંબુજા સિમેન્ટ ફેકટરી દ્વારા ફેલાવતા પ્રદૂષણ બાબતે અવાર નવાર પ્રદૂષણ બાબતે ફરિયાદો થતી રહી છે અને gpcb દ્વારા પણ સ્થળ તપાસ કરી માત્ર કારણ દર્શક નોટિસ પાઠવી દેવામાં આવી રહી છે ત્યારે વડનગર ગામના વધુ એક જાગૃત નાગરિક દ્વારા રાજ્યપાલ સહિતનાઓને પત્રના માધ્યમથી ફરિયાદ કરવામાં આવી છે.
વડનગરના જાગૃત નાગરિક મયુરભાઈ કે ગાધે દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે અંબુજા સિમેન્ટ ફેકટરી દ્વારા પ્રદૂષણ ફેલાવવા માં આવી રહ્યું છે જેના કારણે ગ્રામજનોના સ્વાસ્થ્યને ખૂબ જ ગંભીર હાની પહોંચી રહી છે અને આ બાબતે અનેક વાર જવાબદાર અધિકારીઓને રજૂઆત અને ફરિયાદો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.
અંબુજા સિમેન્ટ ફેકટરી દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ ના કારણે ગામમાં કેન્સર સહિતની ગંભીર બીમારીઓ ના પ્રમાણ માં સતત વધારો થઈ રહ્યો છે તેમ છતાં કંપની આંખ આડા કાન કરીને બધું મૌન રહીને જોઈ રહી છે.
વિશેષમાં મયુરભાઈ ગાધે દ્વારા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કંપની દ્વારા માઈનિંગ પણ નિયમો વિરૂદ્ધ ચાલીને લેવામાં આવ્યું છે તેમ છતાં કંપનીને કોઈક ને કોઈક રીતે જવાબદાર તંત્ર દ્વારા છાવરવામા આવી રહી છે.
જાગૃત નાગરિક એવા મયુરભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનારા સમયમાં કોઈ ચોક્કસ પગલાં લેવામાં નહિ આવે તો નામ.હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે અને ગ્રામજનોને ન્યાય અપવવામાં આવશે..





