NATIONAL

આરોગ્ય મંત્રીને પોલીસ અધિકારીએ જાહેરમાં ગોળીમારી

ઓડિશાના આરોગ્ય મંત્રી નાબા દાસ પર ઝારસુગુડા જિલ્લાના બૃજરાજનગર પાસે હુમલો થયો છે. આરોગ્ય મંત્રીને ગાંધી ચોક પાસે એક પોલીસ કર્મચારી દ્વારા ગોળી મારવામાં આવી છે. આ ઘટના બાદ તેમને ગંભીર હાલતમાં એરલિફ્ટ કરી હોસ્પિટલ લઈ જવાયા છે. નાબા દાસ એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.

મંત્રી ગાડીમાંથી બહાર નિકળ્યા ને ASIએ અચાનક ફાયરિંગ કર્યું

કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા આરોગ્ય મંત્રી નાબા દાસ જ્યારે પોતાની ગાડીમાંથી બહાર નિકળી રહ્યા હતા, ત્યારે અચાનક ASIએ તેમના ઉપર ફાયરિંગ કરી દીધું. જોકે તેમના પર ફાયરિંગ કેમ કરવામાં આવી, તેનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટના બાદ નાબા દાસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ ઘટના બાદ બીજેડી કાર્યકર્તાઓ ધરણા પર બેસી ગયા છે. દરમિયાન ઘટના બાદ સ્થળ પર અફરાતફરી મચી છે.

આરોગ્ય મંત્રીને પોલીસ સુરક્ષા છતાં ગોળીબારની ઘટના બની

એવું માનવામાં આવ્યું રહ્યું છે કે, નાબા દાસ પર કરાયેલો હુમલો પૂર્વ આયોજીત હતું, કારણ કે આરોગ્ય મંત્રીની કથિત રીતે નજીકથી ગોળી મારવામાં આવી. આ ઘટના બાદ ફરી એક વાર સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે, કારણ કે નાબા દાસને પોલીસ સુરક્ષા પણ પુરી પાડવામાં આવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!