ગીર ગઢડા તાલુકા ના ઉમેદપરા ગામે જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ જેમાં 300 થી વધુ પશુપાલકો અઘિકારીઓ તેમજ પદઅધિકારી ઉપસ્થિતિ રહ્યા
ગીર ગઢડા તાલુકાના ઉમેદપરા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકા ના ઉમેદપરા ગામે જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ જેમાં 300 થી વધુ પશુપાલકો અઘિકારીઓ તેમજ પદઅધિકારી ઉપસ્થિતિ રહ્યા
ગીર ગઢડા તાલુકાના ઉમેદપરા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
આ શિબિરમાં જિલ્લા ના વિવિધ તાલુકાઓમાંથી 300 થી વધુ પશુપાલક ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા શિબિરમાં ઉપસ્થિત તજજ્ઞોએ આદર્શ પશુપાલન,પશુ આરોગ્ય, કૃત્રિમ બીજદાન, નવજાત બચ્ચા ઉછેર અને માનવજાત પશુરોગ નિયંત્રણ તથા પશુપાલન વિભાગની વિવિધ સહકારી યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા
તેમજ પશુપાલકોને મળતા યોજનાકીય લાભો તથા પશુપાલન સંવર્ધન અંગે ઉપયોગી કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર તાલુકા પંચાયતના પ્રમુખ ભગવતીબેન સાંખટ. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોંધ્રા. ડૉ.ડી એમ પરમાર નાયબ પશુપાલન નિયામક તેમજ જિલ્લા પંચાયત ના સદસ્યો વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા