સંસદમાં ગૃહ મંત્રીના નિવેદનને લઇ ઉના અને ગીર ગઢડામાં સ્વયં સૈનિક દળ દ્વાર આવેદનપત્ર આપવામાં આવ્યું
સંસદમાં ગૃહ મંત્રી ના નિવેદનને લઈ સ્વયં સૈનિક દળ દ્વારા નારાજગી વ્યક્ત કરી ઉના પ્રાંત કચેરી અને ગીર ગઢડા મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
સંસદમાં ગૃહ મંત્રીના નિવેદનને લઇ ઉના અને ગીર ગઢડામાં સ્વયં સૈનિક દળ દ્વાર આવેદનપત્ર આપવામાં આવ્યું
સંસદમાં ગૃહ મંત્રી ના નિવેદનને લઈ સ્વયં સૈનિક દળ દ્વારા નારાજગી વ્યક્ત કરી ઉના પ્રાંત કચેરી અને ગીર ગઢડા મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર. ભીમરાવ આંબેડકર વિશે નિવેદન આપ્યું હતું તેને લઈને એસી. એસટી.ઓબીસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
અને ઠેર ઠેર આવેદનપત્ર આપી ગૃહમંત્રીના રાજી નામની માંગ કરી રહ્યા છે ત્યારે ઉના શહેરમાં અને ગીર ગઢડામાં સ્વયમ સૈનિક દળ દ્વારા અનુસૂચિત જાતિ સમાજના લોકોને મોટી સંખ્યામાં જોડી વિશાળ રેલી કાઢી ઉના ત્રિકોણ બાગ ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા થી લઈ અને બેનર પોસ્ટર અને પેલેટ કાર્ડ સાથે સૂત્રોચાર કરી અને પ્રાંત કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું
તેમજ ગીર ગઢડા તાલુકામાં પણ સ્વયં સૈનિક દળના માધ્યમથી આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરી હતી