GIR SOMNATHKODINAR
આંગણવાડીમાં મહીલાઓને કિચન ગાર્ડન અને વિવિધ યોજનાઓ વિશે સેમિનાર યોજાયો.
કોડીનાર ગામની આંગણવાડી મુકામે મહીલાઓને કિચન ગાર્ડન નું મહત્વ અને તેની જરૂરિયાત તેમજ વિવિધ પ્રકારના રોપા વિશે માહિતગાર કર્યા

તાલુકા કાનુની સેવા સમિતિ,ત્રિનેત્ર ફાઉન્ડેશન કોડીનારના સંયુક્ત ઉપક્રમે કાજ ગામની આંગણવાડી મુકામે મહીલાઓને કિચન ગાર્ડન નું મહત્વ અને તેની જરૂરિયાત તેમજ વિવિધ પ્રકારના રોપા પોતાના ફળિયા માં અથવા કોઈ પણ પાત્રમાં માટી ભરી અને તેમાં રોપાનું વાવેતર કરવું.તેમજ મહિલાઓની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કર્યા.લીગલ સેક્રેટરી અશ્વિનભાઈ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ પીએલવી પ્રકાશ મકવાણા,મોહિત દેસાઈ, કુંજલ સોલંકી,અને ત્રિનેત્રના સભ્ય સેજલ ચૂડાસમા તેમજ વાઢેળ વનિતા, ગોહીલ વનિતા,વાઢેળ નીતા, ઝણકાટ મનીષાબેન હાજર રહ્યા હતા.





