GIR SOMNATHKODINAR
ડી ડી ઝાટકિયા માધ્યમિક શાળા ઘાંટવડમાં નાલ્સાનીની ડ્રગ્સ મુક્ત ભારત સ્કીમ હેઠળ સેમિનાર યોજાયો.

તાલુકા કાનૂની સેવા સમિતિ કોડીનાર દ્વારા નાલ્સા ની ડ્રગ મુક્ત ભારત સ્કીમ હેઠળ શાળાના બાળકોને“એન્ટી ડ્રગ” એટલે નશીલા પદાર્થો સામે જાગૃતિ, નિયંત્રણ અને નિવારણ વિશે સમજ અપાઈ તેમજ આજના યુગમાં યુવાનો ને ડ્રગ જેવા ધીમા ઝેર થી દૂર કરવા માટે વિવિધ પ્રકારના કૅમ્પો કરવામાં આવે છે.તેમજ બાળકોને નશાના ઉપયોગને રોકવો વિશે અને નશાની આદતની હાનીઓ વિશે કેવી રીતે જાગરુકતા ફેલાવવી તેમજ નશા વિરોધી કાયદા અને અભિયાનોને સમર્થન કરવું અને યુવાનોને નશાથી દૂર રાખવા માટે શિક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડવું.માહિતી આપવામાં આવી.આ તકે કોડીનાર કોર્ટ પીએલવી પ્રકાશ મકવાણા તેમજ જગદીશ નકુમ સાહેબ તેમજ સ્ટાફ અને શાળાના બાળકો હાજર રહ્યા.





