કોડીનાર ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરજી નાં પરી નિર્વાણ દિન નિમિતે પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
કોડીનાર ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરજી નાં પરી નિર્વાણ દિન નિમિતે પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયો
છઠ્ઠી ડિસેમ્બર એટલે વિશ્વ વિભૂતિ, મહામાનવ, બંધારણ ના ઘડવૈયા અને ભારત રત્ન ડો. બાબા સાહેબ નો પરી નિર્વાણ દિવસ ની ઉજવણી કરવામાં આવી
આ દિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અનુ.જાતિ મોરચા ના માગૅદશૅન હેઠળ ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા જિલ્લા કક્ષા નો પુષ્પાંજલિ કાર્યક્રમ કોડીનાર ના લોક પ્રિય ધારાસભ્યશ્રી ડો. પધ્યુમન વાજા સાહેબ ના અઘ્યક્ષ સ્થાને કોડીનાર ખાતે યોજાયો.
આ કાર્યક્રમ મા ધારાસભ્યશ્રી ડો. પધ્યુમન વાજા સાહેબ, જૂનાગઢ નાં પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ ભગુભાઈ પરમાર, કો.ન.પા.નાં પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ સાંખટ, મહામંત્રી હીરાભાઈ માકડિયા, ડૉ. રામભાઈ વાઢેર, અમુભાઈ વાજા, વિપુલભાઈ સોસા, પ્રતાપભાઈ ચાવડા,દીનેશભાઈ વાળા, હરીભાઇ વાળા,પ્રતાપભાઈ ડોડીયા વિગેરે પદાધિકારીઓ, મોરચાના હોદેદારો તેમજ ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી, બાબાસાહેબ ના સ્ટેચ્યુ ને જયઘોષ સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.





