KUTCHMUNDRA

ગ્રીન એનર્જીથી હરિયાળા ભવિષ્યની સાથોસાથ રોજગારી સર્જનની તકો ખૂલી દેશમાં 2021-22માં ગ્રીન એનર્જી ક્ષેત્રમાં લગભગ 53,000 નોકરીઓનો વધારો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-૧૨ સપ્ટેમ્બર : અદાણી જૂથ ક્લાયમેટ ચેન્જની અસરોને રોકવાના કાર્યક્રમો માટે કાર્યશીલ છે. રિન્યુએબલ એનર્જી ઉત્પાદન કરવાની ક્ષમતામાં અદાણી જૂથની કંપનીઓ વૈશ્વિક સ્તરે આવે છે. આંતરરાષ્ટ્રીય રિન્યુએબલ એનર્જી એજન્સીના આંકડાઓ અનુસાર રિન્યુએબલ એનર્જી ઉત્પાદન કરવામાં અદાણી જૂથ વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે આવે છે. તો પવન ઉર્જા કેપેસિટીમાં દુનિયામાં ચોથુ અને સૌર ઉર્જા ક્ષમતામાં 5મા સ્થાને છે. પર્યાવરણ જાળવવાની સરકારી યોજનાઓ અનુસાર કાર્યોને આગળ વધારતી અદાણી જૂથની કંપનીઓ સતત અગ્રેસર રહી છે. નવેમ્બર 2023 સુધીમાં ભારત સરકારના ન્યુ અને રિન્યૂએબલ એનર્જી મંત્રાલયે દેશભરના 12 રાજ્યોમાં આશરે 37,490 મેગાવોટની કુલ ક્ષમતાવાળા 50 સોલાર પાર્કને મંજૂરી આપી હતી. સ્થાનિક ઉદ્યોગોમાં તેને ઝડપી રીતે આગળ વધારવા જૂથની કંપનીઓ કાર્યશીલ છે.2021માં આયોજિત COP26માં, ભારતે મહત્વાકાંક્ષી “પંચામૃત” પ્રતિજ્ઞા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જેમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જી ક્ષમતા સુધી પહોંચવું, વીજ વપરાશની અડધી વીજળી રિન્યૂએબલ માંથી પેદા કરવી, 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં 1 અબજ ટનનો ઘટાડો કરવો વગેરેનો સમાવેશ થાય છે. 2070 સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જન માટે પ્રતિબદ્ધ ભારતનું લક્ષ્ય જીડીપીમાં કાર્બન ઉત્સર્જન 45 ટકા જેટલું ઘટાડવાનું છે.ભારતની લગભગ 44 ટકા વીજ જરૂરિયાતો બિન-અશ્મિભૂત સ્ત્રોતો થકી થાય છે અને 2030 સુધીમાં તે 65 ટકા સુધી પહોંચે તેવી શક્યતા છે. 2030 સુધીમાં 500 GW અને 2070 સુધીમાં નેટ ઝીરો સુધી પહોંચવાના ભારતના મહત્વાકાંક્ષી લક્ષ્‍યાંકને પહોચી વળવા ગ્રીન ટ્રાન્ઝિશનની જરૂર પડશે.ઉપરોક્ત વિગતોને જોઈએ તો, ગ્રીન એનર્જી જનરેશનથી ગ્રીન જોબ્સનું નિર્માણ પણ થાય છે. એક અભ્યાસ પ્રમાણે ભારતમાં 2047 સુધીમાં 35 મિલિયન ગ્રીન જોબ્સ સર્જનની ક્ષમતા છે. ક્લાઈમેટ ચેન્જને કારણે ગ્રીન ઈન્ડસ્ટ્રીમાં નોકરીની નવી જગ્યાઓ ઉભરી રહી છે. જેમ જેમ સ્વચ્છ ઉર્જા ક્ષેત્ર વિસ્તરી રહ્યું છે, તેમ રિન્યુએબલ એનર્જી પ્રોફેશનલ્સની માંગ પણ વધી રહી છે.2021-22માં રિન્યુએબલ એનર્જી સેક્ટરની ભરતી 2020-21ની સરખામણીએ આઠ ગણી હતી. CEEW-NRDC અને સ્કિલ કાઉન્સિલ ફોર ગ્રીન જોબ્સના અહેવાલ મુજબ, માત્ર સૌર અને પવન ઉર્જા ક્ષેત્રે 2021-22માં પ્રોજેક્ટ વિકાસની ભૂમિકાઓમાં લગભગ 53,000 નોકરીઓનો ઉમેરો કર્યો છે.

 

Back to top button
error: Content is protected !!