KUTCHMUNDRA

મુન્દ્રા – માંડવી તાલુકામાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી.

4 – એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

વિવિધ દાતાઓ અને સંસ્થાઓ દ્વારા ન્યુટ્રિશન કીટ, પ્રોટીન પાવડર અને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું

મુન્દ્રા કચ્છ :- રતાડીયા (ગણેશવાલા) પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2025 સુધીમાં ટીબીને ખતમ કરવાના માર્ગ પર ભારત આગળ વધી રહ્યું છે ત્યારે મુન્દ્રા અને માંડવી તાલુકામાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રવિન્દ્ર ફૂલમાળી અને જિલ્લા ટીબી અધિકારી ડો. મનોજ દવેના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કૈલાશપતિ પાસવાનના હકારાત્મક પ્રયત્નોથી વિવિધ દાતાઓ, કંપનીઓ અને સંસ્થાઓને સાથે રાખીને ટીબી મુક્ત ભારતનું અભિયાન આગળ ધપાવતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

તાલુકા હેલ્થ ઓફીસ, મુન્દ્રા :- તાલુકા હેલ્થ ઓફિસ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં મુન્દ્રા તાલુકાના ટીબીના તમામ દર્દીઓને બે – બે પ્રોટીન પાવડરના ડબ્બાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. મંથન ફફલે દર્દીઓને નિયમિત રીતે ટીબીની દવા લેવાની સલાહ આપી હતી. કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનના મનહરભાઈ ચાવડા, તાલુકા સુપરવાઇઝર હરિભાઈ જાટીયા, તાલુકા ટીબી સુપરવાઇઝર મેઘજીભાઈ સોધમ, સિનિયર લેબ ટેક્નેશિયન રિધ્ધીબેન રાવલ વિગેરે હાજર રહ્યા હતા.

બી.એડ. કોલેજ, મુન્દ્રા :- મુન્દ્રાની એસ.ડી. શેઠિયા બી.એડ. કોલેજમાં ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ યોજાયેલ “પોસ્ટર સાઈન કેમ્પેઇન” અંતર્ગત કોલેજના તમામ તાલીમાર્થીઓ દ્વારા “ટીબી હારેગા, દેશ જીતેગા” ના સૂત્રને સમર્થન આપતા પોસ્ટર પેપર ઉપર સાઇન કરીને ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ઓફિસર પ્રોફેસર ડો. કૈલાશ નાંઢા દ્વારા કરવામાં આવ્યું હતું.

આરોગ્ય કેન્દ્ર, ભુજપુર :- જિલ્લા ટીબી અધિકારી ડો. મનોજ દવેની અધ્યક્ષતામાં આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સમાઘોઘાની જીંદાલ કંપનીના સહયોગથી તાલુકાના 58 જેટલા ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભીમજીભાઈ નંજાર, સમાઘોઘા કંપનીના વડા પ્રિતેશ ભટ્ટ, ડો. અશોક મિશ્રા, ડો. જીનેશ પટેલ, પરાક્રમસિંહ સરવૈયા, કાલુદાસ પરિહાર તથા આરોગ્ય કેન્દ્રના હરિભાઈ જાટીયા, મનોજભાઈ સોની, મેઘજીભાઈ સોધમ, રિધ્ધીબેન રાવલ, પ્રવીણભાઈ ગરવા વગેરે હાજર રહ્યા હતા.

એસ.ડી.એચ. માંડવી :- નર્સિંગની તાલીમ લેતી બહેનો માટે યોજવામાં આવેલ કાર્યક્રમમાં સિનિયર ટીબી સુપરવાઇઝર વિજયભાઈ ગરવા, ડો. આદિત્ય ચંદારાણા તેમજ ટીપીટી કાઉન્સિલર જયંતીભાઈ મહેશ્વરી દ્વારા ટીબી અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આભારવિધિ કેવલભાઈ બુચ દ્વારા કરવામાં આવી હતી.

વિરાયતન ફાર્મસી જખણીયા :- કોલેજ ખાતે તાલુકા હેલ્થ ઓફીસ અને રેડ રીબીન કલબ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં એઇડ્સ, થેલેસેમિયા અને ટીબી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત મુન્દ્રા અને માંડવી તાલુકાના દરેક ગામોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ટીબી વિશે જનજાગૃતિ લાવવાના ભાગરૂપે રેલીઓ યોજવામાં આવી હતી અને સ્થાનિક દાતાઓના સહયોગથી ટીબીના દર્દીઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!