ગીર ગઢડા પોલીસ એ કુલ છ જુગારી સહિત રોકડ રકમ.13.490 તેમજ ગંજી પતા ના પાના મુદ્દામાલ સાથે છ શકુની ઓને પકડી પાડયા
ગીર ગઢડા ખાતે થી છ જુગારી સહિત 13.490 તેમજ જુગાર સાહિત્ય સાથે છ શકુનીઓ પકડી પાડતી ગીર ગઢડા પોલીસ

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા ખાતે થી છ જુગારી સહિત 13.490 તેમજ જુગાર સાહિત્ય સાથે છ શકુનીઓ પકડી પાડતી ગીર ગઢડા પોલીસ
પ્રાપ્ત વિગતો મુજબ જુનાગઢ રેન્જ આઈ.જી.પી. નિલેશ ઝાંઝડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિકક્ષ એમ. એફ .ચૌધરી ઉના કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રોહિગેશન જુગારબંધી નાબૂદ થાય જે અંગે પરિણામ લક્ષી કામગીરી કરવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને ગીર ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.આર.ચૌહાણ ની સુચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ના એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ જસાભાઈ સિંઘવ તેમજ મૌલિક સિંહ માનસિંહ પરમાર તેમજ નલીનભાઈ બાલાભાઈ સોલંકી તથા દિલીપસિંહ વીરાભાઇ વાઢેર તેમજ હિતેશભાઈ અરશીભાઈ વાઘેલા તેમજ વિશાલભાઈ ભાવસિંગભાઈ ઝાલા તેમજ હિરેનભાઈ કિશોરભાઈ મકવાણા ગઢડા પોલીસ સ્ટેશન ના હોમબિટ વિસ્તાર માં પેટ્રોલીંગ દરમિયાન પો. કોન્સ.દિલીપલસિંહ વીરાભાઇ વાઢેર.તથા નલીનભાઈ બાલાભાઈ સોલંકી ને સંયુક્ત બાતમી મળેલ હોઈ જેના આધારે ગીર ગઢડા ના બે નંબર ની બાજુમાં એસ.બી. આઈ.બેંક ની પાસે મનસુખભાઈ હમીરભાઈ વાઢેર ની મકાનની સામે જાહેર માં ગંજી પતા થી રૂપિયા ની હાર જીત નો જુગાર છ જુગારી રમતા હતા જેની જાણ ગીર ગઢડા પોલીસ ને થતા
ગીર ગઢડા પોલીસ એ કુલ છ જુગારી સહિત રોકડ રકમ.13.490 તેમજ ગંજી પતા ના પાના મુદ્દામાલ સાથે પકડી આરોપીઓ વિરૂદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી





