ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રિવેણી સંગમ,ઓડિટોરિયમ હોલ ખાતે સ્વચ્છતા હી સેવા 2024 ની ઉજવણી કરવામાં આવી .
સ્વચ્છતા હી સેવા -2024 ની કામગીરી માં ગીર ગઢડા તાલુકો પ્રથમ ક્રમાંકે
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ
ગીર ગઢડા
તા.૨
ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રિવેણી સંગમ,ઓડિટોરિયમ હોલ ખાતે સ્વચ્છતા હી સેવા 2024 ની ઉજવણી કરવામાં આવી .
સ્વચ્છતા હી સેવા -2024 ની કામગીરી માં ગીર ગઢડા તાલુકો પ્રથમ ક્રમાંકે
તાલુકા પંચાયત પ્રમુખ અને ટીડીઓ શ્રી ને પ્રમાણપત્ર એનાયત
આજે 2 જી ઓકટોબર ગાંધી જયંતિ નિમિતે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રિવેણી સંગમ,ઓડિટોરિયમ હોલ ખાતે સ્વચ્છતા હી સેવા 2024 ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ મા સ્વચ્છતા ક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર સંસ્થાઓ ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં ગીર સોમનાથ જિલ્લા ના છ તાલુકા પૈકી ગીર ગઢડા તાલુકો પ્રથમ ક્રમાંકે આવતા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રીમતિ ભગવતીબેન સાંખટ, ટીડીઓ આર.એમ. ત્રિવેદી અને એસ. બી.એમ સ્ટાફ ને પ્રમાણપત્ર આપી જિલ્લા માં સ્વચ્છતા ક્ષેત્રે સૌથી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ બિરદાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ મા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ મંજુલાબેન મૂછાળ, ધારાસભ્ય ભગાભાઇ બારડ, કલેક્ટર દિગ્વિજય સિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્નેહલ ભાપકર,નિયામક શ્રી દર્શનાબેન ભગલાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઇ પીઠિયા, પૂર્વ પ્રમુખ માનસિંગભાઈ પરમાર, વિગેરે મહાનુભાવો ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજયો હતો