GIR SOMNATHPATAN VERAVAL

માછીમારી સીઝનની પૂર્વ તૈયારીરૂપે બો ટોને ৭০ દિવસ અગાઉથી જી.એફ.સી.સી.એ.લી., તથા સહકારી મંડળીઓ હસ્તકનાં ડીઝલ પંપોમાંથી ડીઝલનું વિતરણ શરૂ કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી.

ખારવા સંયુકત માચ્છીમાર બોટ એશોસીએશનનાં પ્રમુખ શ્રી તુલસીભાઈ ગોહેલની યાદી જણાવે છે કે, ભારત સરકારનાં નોટીફીકેશન મુજબ ગુજરાત-મહારાષ્ટ્ર- ગોવા-કર્ણાટક દિવ-દમણ સહિતના દેશનાં રાજયોમાં માછીમારી સીઝનની શરૂઆત તા. ૧ ઓગષ્ટથી શરૂ થાય છે, અને દેશનાં તમામ રાજયોમાં તેનું ચુસ્તપણે પાલન થાય છે તે મુજબ ગુજરાતમાં પણ સરકારશ્રીનાં નિયમ અનુસાર માછીમારી સીઝન તા. ૧ ઓગષ્ટથી જ શરૂ કરવા અને તેમાં કોઈ ફેરફાર ન કરવા બાબતે ગુજરાતનાં ચાર જિલ્લાઓ (ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા જામનગર તથા કચ્છ) નાં વિવિધ બંદરોનાં માચ્છીમાર આગેવાનોનાં એક પ્રતિનિધિ મંડળ ઘ્વારા આજરોજ ગાંધીનગર ખાતે આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવેલ છે.આ પ્રતિનિધિ મંડળમાં ઉપર દર્શાવેલ ચારેય જિલ્લાઓનાં માછીમાર આગેવાનો જેવા કે, તુલસીભાઈ ગોહેલ, પ્રમુખ, બોટ એશોસીએશન (સાગરપુત્ર ફાઉન્ડેશન), વેરાવળ, મનોજભાઈ મોરી, પ્રમુખ, સાગરપુત્ર ફીશીંગ બોટ એશો., ઓખા, પદમભાઈ માલમડી, ઉપપટેલ, ખારવા સમાજ વેરાવળ, મોહનભાઈ ભારાવાલા, પટેલ, હોડી એશોસીએશન, વેરાવળ, લક્ષ્મીકાંત સોલંકી, પ્રમુખ, ભીડીયા કોળી સમાજ બોટ એશો., રમેશભાઈ ડાલકી, પ્રમુખ, ભીડીયા ખારવા સમાજ બોટ એશોસીએશન, રતિલાલ ગોહેલ, પ્રમુખ, ભીડીયા ખારવા હોડી એશો., નિતીનભાઈ ગોહેલ, મંત્રી, બોટ એશોસીએશન (સાગરપુત્ર ફાઉન્ડેશન), વેરાવળ, ફકીરાભાઈ સીરાજી, પરેશભાઈ જોશી, ઉપરાંત કોટડા કોળી સમાજ, માઢવાડ ખારવા સમાજ તેમજ કોળી સમાજ, હિરાકોટ કોળી સમાજ,નાં આગેવાનો તદૃઉપરાંત રૂપેણ બંદરનાં સતારભાઈ ભરૂચા, સલાયાનાં સીદ્દીક આદમ,કચ્છનાં ભદ્રેશ્વર માંજલીયા, અયુબ ઓસમાણ, આમલાનાં યુનુસભાઈ, સચાણાનાં મહંમદ સીદ્દીક, સિકકાનાં ઈકબાલભાઈ, કચ્છ જખૌ નાં અબ્દુલશા પીરઝાદા તથા કચ્છ લુણીનાં અલ્તાફ રેલીયા સ’તનાં માછીમાર આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

Back to top button
error: Content is protected !!