GIR SOMNATHKODINAR
કોડીનાર જીન પ્લોટ આંગણવાડી કેન્દ્ર માં આંતરાષ્ટ્રીય મહિલા વિરુદ્ધ અહિંસા દિવસ ઉજવાયો.

તાલુકા કાનૂની સેવા સમિતિ ,આઈ સી ડી એસ કોડીનાર દ્વારા જીન પ્લોટ આંગણવાડી કેન્દ્ર નંબર 26 ખાતે 25 નવેમ્બર ના રોજ મહિલાઓ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ અને પોષણ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી જેમાં કિશોરીઓને સમજાવ્યું કે પોષણ અને રક્ષણ સિક્કાનીબે બાજુ છે.તેમ સમજાવ્યું તેમજ કિશોરીઓ ને પુણા શક્તિ પેકેટ નું અને વિતરણ કરાયું. આ તકે કોડીનાર કોર્ટના પીએલવી પ્રકાશ મકવાણા, સીડીપીઓ પુષ્પાબેન પરમાર, તેમજ આંગણવાડી વર્કરબહેનો મકવાણા મનીષાબેન , વંશ ભાવનાબેન, મકવાણા બેબીબેન, નકુમ કાજલબેન અને ચુડાસમા ગીતાબેન હાજર રહ્યા હતા.





