કસ્તુરબા બાલિકા વિદ્યાલય અરણેજ મુકામે આંતર્રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ.
નહેરુ યુવા કેન્દ્ર જુનાગઢ,તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર સંયુક્ત ઉપક્રમે અરણેજ ગામમાં આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં બાળાઓ ને આંતર્રાષ્ટ્રીય મહિલા દિવસ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી.તેમજ વધુમાં જણાવ્યું કે લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણને અને મહિલાઓમાંન વિવિધ પ્રકારના કાયદાઓ ની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી મહિલાઓ અને છોકરીઓના અધિકારો માટે લડવાનો, લિંગ સમાનતાની માંગ કરવાનો અને શક્તિ માળખાને સંતુલિત કરવાનો આગ્રહ રાખવાનો સમય છે જેથી વિશ્વમાં દરેકને સમાન તક મળે. તેમ સમજાવ્યુ. તેમજ બાળકો દ્વાર વક્તવ્ય અને ચિત્ર સ્પર્ધા પણ યોજાઈ.અને મહિલાઓના મા લિંગ તફાવતને દૂર કરવા માટે રૂઢિપ્રયોગોને તોડવા, છોકરીઓને પ્રેરણા આપવા માટે રોલ મોડેલ્સને પ્રોત્સાહન આપવા, મહિલાઓ કાર્યક્રમો દ્વારા મહિલાઓની પ્રગતિને ટેકો આપવા અને સમાવેશ, વિવિધતા અને સમાનતાને પ્રોત્સાહન .આ તકે કોડીનાર કોર્ટના પીએલવી પ્રકાશ જે મકવાણા તેમજ વોર્ડન કમ હેડ ટીચર પરમાર રંજનબેન એન. સહાયક વોર્ડન કંચનબેન વાળા , સ્પોર્ટ ટીચર વાજાં ગીતાબેન, કમ્પ્યુટર ટિચર જાદવ અનુપાબેન, એકાઉન્ટ ચુડાસમા સેજલબેન તેમજ બાળાઓ હાજર રહ્યા હતા.