દાહોદ તાલુકાની નગરાળા એમ.એસ.ડબલ્યુ કૉલેજ ખાતે MSW સેમ.-4 ના વિધાર્થીઓનો વિદાય સમારંભ તથા ભૂતપૂર્વ વિધાર્થીઓનો સન્માન સમારંભ
AJAY SANSIMarch 21, 2025Last Updated: March 21, 2025
1 1 minute read
તા.૨૧.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાની નગરાળા એમ.એસ.ડબલ્યુ. કૉલેજ ખાતે MSW સેમ.-4 ના વિધાર્થીઓનો વિદાય સમારંભ તથા ભૂતપૂર્વ વિધાર્થીઓનો સન્માન સમારંભ
આજરોજ ગોપાલભાઈ પી. ધાનકા એમ.એસ.ડબલ્યુ. કૉલેજ, નગરાળા ખાતે MSW સેમ.-4 ના વિધાર્થીઓનો વિદાય સમારંભ તથા ભૂતપૂર્વ વિધાર્થીઓનો સન્માન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ગુર્જર ભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી ગોપાલભાઈ પી. ધાનકા સાહેબ, અતિથિ વિશેષ ટ્રસ્ટી ચંદ્રકાંતાબેન ધાનકા, ટ્રસ્ટી અમરસિંહભાઈ ગોહિલ સાહેબ, બી.એડ. કૉલેજના આચાર્ય ડૉ. જિતેન્દ્ર પંચાલ સાહેબ, બી.એસ.સી. કૉલેજના આચાર્ય નિશીથ મોઢિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ એમ.એસ.ડબલ્યુ. કૉલેજના આચાર્ય ડૉ. રાજુભાઇ કે. ભૂરીયા સાહેબ, અધ્યાપકગણ, એમ.એસ.ડબલ્યુ. સેમ.-2 અને સેમ.-4 ના વિધાર્થીઓ હાજર રહ્યા હતા. સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી. ત્યારબાદ આવેલ મહેમાનો દ્વારા દિપ-પ્રાગટ્ય કરવામાં આવ્યું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત કૉલેજના આચાર્ય ડૉ. રાજુભાઇ ભૂરીયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું. ત્યારપછી એમ.એસ.ડબલ્યુ. સેમ.-4 ના વિધાર્થીઓએ પોતાના બે વર્ષના અનુભવો વ્યક્ત કર્યા. તેમજ ટ્રસ્ટી ગોપાલભાઈ પી. ધાનકા સાહેબ અને ટ્રસ્ટી અમરસિંહ ગોહિલ સાહેબ તથા ડૉ. જિતેન્દ્ર પંચાલ સાહેબ દ્વારા વિધાર્થીઓને આશીર્વચન આપવામાં આવ્યા તેમજ વિધાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. ત્યારપછી એમ.એસ.ડબલ્યુ. કૉલેજના ભૂતપૂર્વ વિધાર્થીઓનો મંડળ અને કૉલેજ દ્વારા સન્માન કરવામાં આવ્યું. જેમાં ભૂતપૂર્વ વિધાર્થીઓને પુષ્પગુચ્છ અને સાલ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું. હાલ એમ.એસ.ડબલ્યુ. કૉલેજના 79- જેટલા વિધાર્થીઓ આરોગ્ય વિભાગ, I.C.D.S., D.R.D.A, સમાજકલ્યાણ વિભાગ, 181 અભયમ, 108 ઈમરજન્સી સેવા, HR મેનેજમેંટ જેવા વિભાગોમાં કાઉન્સીલર, ફિલ્ડ ઓફિસર, મેડિકલ સોશિયલ વર્કર, લેબર કાઉન્સીલર, પ્રોજેકટ ઓફિસર વગેરે હોદ્દાઓ પર નોકરી મેળવી ચૂક્યા છે. જે એમ.એસ.ડબલ્યુ. કૉલેજ માટે ગર્વની વાત છે કે, જે સાત વર્ષના સમયગાળામાં આટલા વિધાર્થીઓ હાલ નોકરી કરે છે. જે શ્રી ગોપાલભાઈ પી. ધાનકા એમ.એસ.ડબલ્યુ. કોલેજનું ગૌરવ છે. આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કલ્પેશભાઈ બારિઆ દ્વારા કરવામાં આવ્યું હતું
«
Prev
1
/
83
Next
»
અધિકારીઓ અને નેતાઓ મહોત્સવમાં વ્યસ્ત થતા, ફરી મોરબી ની જનતા રસ્તા પર ઉતરી કર્યા ચકાજામ !!!
મોરબીમાં 4 MLA, 1 મંત્રી,1 રાજ્યસભા સાંસદ, 2પૂર્વ મંત્રી છતાં કૈલાશધામ અને મુક્તિધામ ખંડેર હાલતમાં !
શ્રી ગુરૂનાનક દેવ સાહેબજીનો ૫૫૬મો પ્રકાશોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
«
Prev
1
/
83
Next
»
AJAY SANSIMarch 21, 2025Last Updated: March 21, 2025