
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા: રથયાત્રા પર્વની ઉજવણીને લઈ SP ની અધ્યક્ષતામાં ફૂટ માર્ચ યોજાઈ
અરવલ્લી જિલ્લામાં આગામી રવિવાર,અષાઢી બીજ ના પાવન પર્વ પર, યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા ની ભક્તોએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે,મોડાસા શહેર સહિત જિલ્લામાં રથયાત્રા પર્વને લઈ,અરવલ્લી જિલ્લા પોલીસ સહિત સુરક્ષા જવાનો નો,સઘન અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે, મોડાસા શહેરમાં રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની 42 મી રથ યાત્રા યોજાવાની છે,જેના ભાગ રૂપે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ ,અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષકા શેફાલી બારવાલની અધ્યક્ષતામાં, મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તાથી રથયાત્રા રૂટ પર,પોલીસ અને સુરક્ષા જવાનો નું ફૂટ પેટ્રોલીંગ યોજાયું હતું,પોલીસ અધિક્ષકાએ કાયદો અને વ્યવસ્થા જાળવવા અને, રથયાત્રા પર્વની ઉત્સાહભેર ઉજવણીમાં જોડાવવા, જિલ્લા વાસીઓને શુભેચ્છા સહ અપીલ કરી હતી.





