GIR SOMNATHKODINAR
શ્રી જે એસ પરમાર કોલેજ કોડીનાર માં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ઉજવાયો.

તાલુકા કાનૂની સેવા સમિતિ અને શ્રી જે એસ પરમાર કોલેજ કોડીનાર ના સયુંકત ઉપક્રમે કોલેજ ના વિદ્યાથીઓને રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઝાંખી તેમજ ગ્રાહક સંરક્ષણ અધિનિયમ,1986 વિશે સમજ અપાઈ. તેમજ વધુમાં સમજાવ્યું કે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ આપણને યાદ અપાવે છે કે જો ગ્રાહક જાગૃત હશે તો બજાર વ્યવસ્થા સુધરશે. સમજદાર ગ્રાહક જ સશક્ત ભારતની આધારશિલા છે.ડિજિટલ માધ્યમો દ્વારા સમય, પૈસા અને મહેનત બચે છે.તેમજ ગ્રાહક સુરક્ષા ને લગતા પેમ્પલેટ નું વિતરણ કરવામાં આવ્યું.અને વિદ્યાથીઓ ને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.અને અલ્પાહાર સાથે કાર્યકમ ને પૂર્ણ કરવામાં આવ્યો. આ તકે પીએલવી પ્રકાશ જે મકવાણા, પ્રિન્સિપાલ શ્રી બી.એચ.ઝણકાટ નોડલ ઓફિસર પ્રો.પી.પી.રાઠોડ,તેમજ મુખ્ય વક્તા પ્રો.સી.યુ ગોહીલ,પ્રો.એસ જે. મોરી,પ્રો.પારસ બેન ચૌધરી અને કોલેજ સ્ટાફ અને વિધાર્થીઓ હાજર રહ્યા હતા.





