વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા ના પ્રમુખ ને આપ ગુજરાત યુવા ઉપપ્રમુખ દ્વારા રજુઆત કરવામાં આવી..

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના ઉપપ્રમુખ પ્રેમ ભાઈ ગઢીયા દ્વારા નગરપાલિકા ના પ્રમુખ ને રજુઆત કરવામાં આવી કે વેરાવળ પાટણ મા ઘણા વિસ્તારો એવા છે જ્યાં ખુબ જ માત્રા મા ગંદકી જોવા મળે છે.. આ ગંદકી દુર કરવા પ્રેમ ભાઈ ગઢીયા દ્વવારા રજુઆત કરાઈ છે. વેરાવળ પાટણ ના નિર્દોષ નાગરીકો વતી મારી આ અરજી નું જલ્દી થી નિરાકરણ આવે એવી રજુઆત કરવામા આવી વેરાવળ પાટણ નગરપાલીકા ને નમ્ર વીનંતી સાથે રજુઆત કરાય કે કે ચાંદીપુરા વાઈરસ જેવી બીમારીઓ ના ફેલાઈ તે બાબત ની ગંભીરતા સમજી દવા છંટકાવ ની કામગીરી તેમજ રોડ,રસ્તા,ગટર ની સાફ સફાઈ ની અત્યંત જરુર છે.તે ઊપરાંત રોડ-રસ્તા ની હાલ ની પરિસ્થિતી જોઈ વેરાવળ પાટણ ની જનતા બધુ સમજે છે કે ચુંટણીલક્ષી રોડ-રસ્તા ની કામગીરી કેવી થઈ છે. જે જનતા એ તમને વોટ આપ્યા છે. એ જનતા ને રોડ-રસ્તા પર ઉડતી ધુળ લોટ સમાન ખાવા મજબુર ના કરશો. તમે રોડ-રસ્તા નવા કયારે બનાવી રેશો એ કદાચ સારા સપના જેવી વાત હોઈ શકે. પણ બે હાથ જોડી નમ્ર વીનંતી છે કે રોડ-રસ્તા ની સાફ સફાઈ એવી રીતે કરાવો કે તમોને આપેલા વોટ ની સામે. જનતાએ રોડ નો ધુળ સમાન લોટ ના ખાવો પડે. આ ઉડતી ધુળ ને લીધે આજે લગભગ ધરો મા કોઈક વ્યક્તિઓ બીમાર હશે.. માટે જલ્દી થી જલ્દી આનું કોઈ પાક્કું નિરાકરણ આવે એવી રજુઆત કરવામાં આવી હતી…
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ





