GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા ના ધોકડવા ગામના સરપંચ રેખાબેન એભલભાઈ બાંભણિયા ને સરપંચના હોદા ઉપરથી દૂર કરી ઉપ સરપંચ ને ચાર્જ સોંપાયો ગામમાં ખુશીનો માહોલ 

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ

ગીર ગઢડા ના ધોકડવા ગામના સરપંચ રેખાબેન એભલભાઈ બાંભણિયા ને સરપંચના હોદા ઉપરથી દૂર કરી ઉપ સરપંચ ને ચાર્જ સોંપાયો ગામમાં ખુશીનો માહોલ

મળતી માહિતી મુજબ ધોકડવા ગામના સરપંચ તેમના સમય દરમિયાન આચરાયેલ વિકાસના વિવિધ કામોમાં થયેલ વહિવટી અનિયમિતતા,ગેરરીતિ, તેમજ સરકારશ્રીના ઠરાવો, નિયમોના ભંગ, સરકારશ્રીની વિવિધ યોજનાની ગ્રાન્ટ માંથી કરેલ સત્તાનો દુર ઉપયોગ, પતિ ના નામે સાલતી પેઢીના નામે નાણાં ઉપાડવા સબબ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૭(૧) મુજબ સરપંચના હોદા પરથી સસ્પેન્સ કરવામાં આવેલ છે. ટૂંકી વિગત મુજબ ધોકડવા સરપંચ દ્વારા સત્તાનો દૂર ઉપયોગ કરી ગટર,રોડ, સામુહિક શોસાલય,રાજકીય કિન્નાખોરી રાખી અધૂરા વિકાસના કામ કરવાં જેવા વિકાસનાં જૂના કામ હતા જે મંજૂરી લીધા વગર.સક્ષમ અઘિકારીની મંજુરી વગર,કે તાલુકા પંચાયત-ગીર ગઢડા કારોબારીની મંજૂરી લીધા વગર પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી મનસ્વી વર્તન રાખી અગાઉ થયેલા સરકારશ્રીના કામો તોડી પાડી સરકારશ્રી ને નાણાંકિય નુકશાન કરેલ આ ઉપરાતં વિકાસના કામ સબબ સરકારશ્રી નાણાં અંગત ફાયદામાટે જુદાં જુદાં વિકાસના કામના ચુકવણાની કુલ રકમ:-૧૩,૫૨,૩૫૦/-જેટલી પોતાના પતિ ના નામે ચાલતી પેઢી મારૂતિ સ્ટોનના નામે રકમ ઉપાડેલ જે નાણાંકીય નિયમોનું ભંગ કરી અંગત ફાયદા માટે ચુકવણા કરેલ, ગૂજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ના નિયમો નેવે મૂકી મનસ્વી વર્તન,સત્તાનો દુરઉપયોગ જે તપાસને આધીન રેકર્ડકીય સાબિત થયા.આમ સમગ્ર રજૂઆતને ધ્યાને રાખી તપાસ અંતે ધોકડવા સરપંચ પોતાની મનમાની,સત્તાનો દુરઉપયોગ,વહીવટી અનિયમિતતા,નાણાંકીય ફાયદા વગેરે સાબિત થતા માન.જીલ્લા વિકાસ અધિકારીશ્રી-ગીર સોમનાથ દ્વારા આવા સરપંચ પર કાયદેસરની કાર્યવાહી કરવા પ્રથમ નોટીશ તારીખ:૦૭/૦૬/૨૦૨૪ આપી અન્ય ત્રણ- ત્રણ તક સાંભળવા આપી લાંબી મુદત આપવાં સત્તા સરપંચ પોતાના બચાવમાં યોગ્ય જવાબ આપી ના શક્યા આથી ધોકડવા સરપંચને હોદ્દા પરથી દુર(સસ્પેન્ડ) કરવા માન.જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ તેમને મળેલ અધિકારની રૂએ તાત્કાલિક અસર થી ધોકડવા ગ્રામ પંચાયત સરપંચને હોદા પરથી દૂર કરવા હુકમ કરેલ છે.

Back to top button
error: Content is protected !!