ગીર ગઢડા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગીર ગઢડા કુમાર શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્ર્મ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
તા.૧૭
ગીર ગઢડા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગીર ગઢડા કુમાર શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્ર્મ યોજાયો
ગીર ગઢડા વહીવટી તંત્ર દ્વારા ગીર ગઢડા કુમાર શાળા ખાતે રાજ્ય સરકાર શ્રી ની પ્રજાલક્ષી યોજનાઓ નો લાભ પ્રજાને સતત મળતો રહે,તે બાબત ને ધ્યાને લઈ તાલુકા ની પ્રજાને વ્યક્તિ ગત સેવાઓ તેના રહેઠાણ ના નજીક ના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુ સાથે, તાલુકા કક્ષાએ સેવાસેતુ ગ્રામ્ય કાર્યક્ર્મ ૧૦ માં તબક્કા ને ખુલ્લો મુકવામાં આવ્યો.
આ કાર્યક્ર્મ ની સાથે સાથે વડાપ્રધાનશ્રી દ્વારા આયોજીત એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ તેમજ મારું ગામ સ્વચ્છ ગામ ની પદ યાત્રા પણ શાળાના બાળકો સાથે યોજવામાં આવી.
આ કાર્યક્રમ મા મામલતદાર જી.કે વાળા , ટીડીઓ આર.એમ ત્રિવેદી ,તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રવિણભાઈ સાંખટ, સદસ્ય શ ઉકાભાઈ વાઘેલા, હાર્દિકભાઈ પાનસુરીયા તેમજ દરેક વિભાગ ના લગત કર્મચારી ગણ, શાળાના બાળકો તથા અરજદાર ભાઈઓ – બહેનો મોટી સંખ્યામાં જોડાયને આ સેવાસેતુ કાર્યક્ર્મ અંતર્ગત વિવિધ સેવાનો લાભ લીધો હતો.




