GIR GADHADAGIR SOMNATH
ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામે રૂ. 83 લાખ ના ખર્ચે તૈયાર થનાર બોક્ષ કલ્વર્ટ ( નાળા ) નાં કામ નું ખાતમુહૂર્ત કરાયું

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામે રૂ. 83 લાખ ના ખર્ચે તૈયાર થનાર બોક્ષ કલ્વર્ટ ( નાળા ) નાં કામ નું ખાતમુહૂર્ત કરાયું
ગીર ગઢડા તાલુકા ના વડવિયાળા ગામે ઊના ગીર ગઢડા સ્ટેટ હાઇવે ઉપર અરજણબાપા માલવિયા ના ઘર પાસે ખુબ નાનું અને જર્જરીત હાલતમાં જે નાળું હતું, જે અંગે ગામ લોકો અને ગ્રામ પંચાયત વડવિયાળા મારફતે રજૂઆત થતાં કાળુભાઈ રૂપાલા, દકુભાઈ દોમડીયા, ધર્મેશભાઈ રાખોલિયા, પ્રવીણભાઈ સાંખટ દ્વારા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ. મારફતે સરકારશ્રી માં રજૂઆત કરતા સરકારશ્રી દ્વારા આ કામ માટે રૂ. 83 લાખ મંજુર કરી, વર્ક ઓર્ડર ઇસ્યુ કરતા તેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ ખાત મુહૂર્ત માં તાલુકા ના પદાધિકારી, ગ્રામ પંચાયત ના હોડેદારો અને ગામ લોકો હાજર રહ્યા હતા





