ઉના તુલસીશ્યામ રોડ ઉપર બેફામ છકડો રિક્ષા ચાલકો અને બેફામ છકડો રીક્ષાના મોટા અવાજ વાળા સાઇલેન્સર થી લોકો ત્રાહિમામ તંત્ર ની કાર્યવાહી જરૂ
ઉના તુલસીશ્યામ રોડ ઉપર ઉનાથી ધોકડવા તેમજ આજુબાજુ ના ગામડાઓ માં ચાલતા છકડો રીક્ષા સવારમાં અને સાંજના સમયે બેફામ રીતે કોઈ તંત્રના ડર વગર બેફામ રીતે ચાલતા હોય છે
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ
ગીર ગઢડા
તસ્વીર અહેવાલ
વિશાલ ચૌહાણ
ધોકડવા
ઉના તુલસીશ્યામ રોડ ઉપર બેફામ છકડો રિક્ષા ચાલકો અને બેફામ છકડો રીક્ષાના મોટા અવાજ વાળા સાઇલેન્સર થી લોકો ત્રાહિમામ તંત્ર ની કાર્યવાહી જરૂરી
ઉના તુલસીશ્યામ રોડ ઉપર બેફામ ચલાવી રહેલા છકડો રીક્ષા અને છકડો રિક્ષા ના મોટા અવાજ વાળા સાઇલેન્સર ના અવાજથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે તંત્ર પણ મૌન થઈ કોઈ મોટા અકસ્માત ની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે
ઉના તુલસીશ્યામ રોડ ઉપર ઉનાથી ધોકડવા તેમજ આજુબાજુ ના ગામડાઓ માં ચાલતા છકડો રીક્ષા સવારમાં અને સાંજના સમયે બેફામ રીતે કોઈ તંત્રના ડર વગર બેફામ રીતે ચાલતા હોય છે ત્યારે છકડો રીક્ષા ચલાવતા ડ્રાઇવરો મોટા આવાજ વાળા સાઇલેન્સર રાખી અને બેફામ ચલાવતા જોવા મળી રહ્યા છે આ બેફામ છકડો રીક્ષા ના કારણે મોટા અકસ્માતો બનતા હોવાની ઘટનાઓ ઘણીવાર સામે આવી છે છતાં તંત્ર મૌન સેવી આખ આડા કાન કરી જોઈ રહ્યા છે
છકડો રિક્ષાવાળા રોડ ઉપર પૂરપાટ જડપે હરીફાઈ કરતા પણ નજરે પડ્યા છે
તેમજ મોટા અવાજ વાળા સાઇલેન્સર રાખી અને બેફામ રીક્ષા ચલાવી અકસ્માતનો ભય વધારતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે છતાં તંત્ર મૌન છે
તંત્ર આવા બેફામ છકડો ચાલકો સામે યોગ્ય પગલા ભરે તેવી રાહદારીઓ માં માંગ ઉથી છે