ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામ ના વિક્રમભાઈ ગોહિલ ને જીલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ એનાયત થતાં ધોકડવા નૌ નિયુક્ત ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
તા.૨
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામ ના વિક્રમભાઈ ગોહિલ ને જીલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ એનાયત થતાં ધોકડવા નૌ નિયુક્ત ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરવામાં આવ્યું
ધોકડવા ગામના વતની અને હાલ નવાઉગલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વિક્રમભાઈ ગોહિલને 5મી સપ્ટેમ્બર 2024ના રોજ ગીરસોમનાથના જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ એનાયત થતાં ધોકડવા ગામનું ગૌરવ વધાર્યું હતું.
શિક્ષણ વિભાગ – ગુજરાત સરકાર દ્વારા વિવિધ શૈક્ષણિક પાસાઓને ધ્યાનમાં લઈને તેઓને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવતી હોય છે. આજ રોજ ધોકડવા ગ્રામ પંચાયત નવ નિયુક્ત સરપંચ કાન્તિભાઈ માળવી અને ગ્રામ જનો દ્વારા શિક્ષક વિક્રમભાઈ ગોહિલનું ગ્રામસભામાં સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયત ના કારોબારી ચેરમેન ડાયાભાઇ જાલોધરા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ અને તાલુકા પંચાયત સદસ્યો
ગ્રામપંચાયતના સભ્યો, ગ્રામજનો, શિક્ષકો, ઉપસ્થિત રહ્યા હતા