GUJARATMEGHRAJ

મેઘરજ તાલુકાની ગેડ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 યોજાયો

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકાની ગેડ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 યોજાયો

 

મેઘરજ તાલુકાની ગેડ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 યોજાયો જેમાં મેઘરજ તાલુકાના કાર્યપાલક ઇજનેર મહેશભાઈ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો રૂટ લાઇઝન તરીકે સી.આર.સી દીપકભાઈ પણ જોડાયા કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય ગુણવંતભાઈ પંડ્યા એ કર્યું હતું. શાળામાં બાલવાટિકા અને આંગણવાડી નાના ભૂલકાઓ ને મોં મીઠું કરાવી પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમમાં શાળાની વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ટ્રાન્સપોરેશન બસની લીલી ઝંડી આપી ટ્રાન્સપોરેશન યોજના શરૂ કરવામાં આવી શાળામાં બાળકોને શાળા પરિવાર તરફથી ભોજન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં ગામમાંથી ગેડ પંચાયતના સરપંચ રીંકલ બેન ખરાડી ગેડ ગામમાં થી ઘનશ્યામસિંહ બિહોલા એસએમસીના અધ્યક્ષ ,સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ જોડાયા હતા. કાર્યક્રમની આભાર વિધિ શાળાના શિક્ષક પ્રવીણભાઈ પટેલે કરી હતી કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો તેમજ શાળા પરિવાર સાથે ભીખાભાઈ પંચાલે કર્યું હતું

Back to top button
error: Content is protected !!