વણાકપોર પ્રાથમિક મિશ્ર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

વણાકપોર પ્રાથમિક મિશ્ર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી




ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર પ્રાથમિક મિશ્ર શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1 તેમજ ધોરણ ૨ થી ૮ માં નવા પ્રવેશ પામનાર બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો. જેમાં ઇન્ચાર્જ સીડીપીઓ મેડમ સંગીતાબેન દોશી તેમજ લાઇઝન અધિકારી તરીકે ભાલોદ ગ્રુપના ગૃપાચાર્ય દિનેશભાઈ સોલંકી દ્વારા બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમમાં સરપંચ,તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયતના સભ્યો એસએમસી અધ્યક્ષ, એસએમસી સભ્યો ગામના આગેવાનો, દાતાશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓ દ્વારા પુસ્તક તેમજ સન્માન પત્રક આપી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બાલવાટિકા થી ધોરણ આઠ સુધીના બાળકોને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર બાળકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશિષ્ટ સિદ્ધિ ધરાવનાર બાળકોને પણ ઇનામ તેમજ સન્માન પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અંતે શાળાના શિક્ષક અશોકભાઈ પરમાર દ્વારા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો
ઈરફાન ખત્રી
રાજપારડી



