‘PM મોદીની વિશ્વસનિયતા ઘટી, તેમણે રાજીનામું આપવું જોઈએ’ : મમતા બેનરજી
લોકસભા ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલના વડા મમતા બેનરજીએ કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વસનિયતામાં ઘટાડો થયો છે. મોદીજીએ પોતાના દમ પર બહુમતી મેળવી નથી. તેમણે તાત્કાલીક રાજીનામું આપવું જાઈએ.’ આ ઉપરાંત તેમણે દાવો કર્યો હતો કે, ઘણાં સ્થળોએ તૃણમૂલ ઉમેદવારોની જીત થઈ હોવા છતાં તેમને સર્ટિફિકેટ અપાયા નથી.
તૃણમૂલના વડા મમતા બેનરજીએ કહ્યું છે કે, ‘હું માત્ર એટલું જ ઈચ્છું છું કે તમામ રાજ્યોને તેમની આવકનો હિસ્સો મળવો જોઈએ. હું ઈચ્છું છું કે ઈડી-સીબીઆઈનો દુરુપયોગ બંધ થાય. અમે દેશભરમાં આંદોલન શરૂ કરીશું.’ મમતાએ રાજકીય પક્ષોને અપીલ કરી છે કે, ‘પૈસા કે કેન્દ્રીય એજન્સીઓના ડરથી ભાજપ સાથે ન રહો, આવો અમારી સાથે જોડાઓ. હું આવતીકાલે (પાંચમી જૂન) I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં ભાગ લઈ શકીશ નહીં, પરંતુ હું ચોક્કસ કોઈને મોકલીશ કારણ કે મારે મારા લોકોની સુરક્ષા કરવાની છે. હું અભિષેકને દિલ્હી મોકલીશ.’




