GUJARATSABARKANTHA

માદા શ્વાન ને નવું જીવત દાન આપતાં જીવદયા પ્રેમી જનતા દ્વારા પશુ દવાખાના ના ર્ડો સાહેબો નો આભાર માનવા માં આવ્યો

સાબરકાંઠા હિંમતનગર મહાવીર નગર રિવર ફ્રન્ટ પર એક માદા શ્વાન ડીલેવરી ની પીડા થી હેરાન થતી હતી જેની જાણ શક્તિનગર ના જીવદયા પ્રેમી છોકરા ઓ દ્વારા મિતુલ ભાઈ વ્યાસ ને કરવા માં આવતા મિતુલ ભાઈ વ્યાસ દ્વારા દિપક ભાઈ સુથાર તેમજ કુમાર ભાઈ ભાટ ને તાત્કાલિક સ્થળ પર મોકલી શક્તિનગર ના જીવ દયા પ્રેમી છોકરાઓ સાથે શ્વાન ને લઇ ને તાત્કાલિક પશુ દવાખાને પહોંચી ર્ડો. મુન્ના લાલ રાજપૂત સાહેબ ને જાણ કરતા રવિવાર ની રજા હોવા છતાં ર્ડો. રાજપૂત સાહેબ તેમજ મદની સાહેબ તાત્કાલિક હોસ્પિટલ આવી ને શ્વાન ને ઓપરેશન કરી ડીલેવરી કરાવી ને બે મૃત બચ્ચા નીકાળી ને માદા શ્વાન ને નવું જીવત દાન આપતાં જીવદયા પ્રેમી જનતા દ્વારા પશુ દવાખાના ના ર્ડો સાહેબો નો આભાર માનવા માં આવ્યો હતો.
આ સુંદર કામગીરી પશુ દવાખાના ના ર્ડો. રાજપૂત સાહેબ, મદની સાહેબ તેમજ મિતુલ ભાઈ વ્યાસ, શક્તિનગર ના જીવદયા પ્રેમી છોકરા દ્વારા કરવા માં આવી હતી.

અહેવાલ:- પ્રતીક ભોઈ

Back to top button
error: Content is protected !!